IND vs AUS, WTC Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. 7મી જૂનથી બંને ટીમો ઓવલના મેદાન પર આમને-સામને ટકરાશે, પરંતુ જો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ ડ્રોમાં સમાપ્ત થાય તો કઈ ટીમને વિજેતા ગણવામાં આવશે ? ક્રિકેટ ચાહકોના મનમાં સવાલો આવી રહ્યા છે કે જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ કોઈ પરિણામ વગર સમાપ્ત થઈ જાય તો ટ્રોફી કોને મળશે ? આજે અમે તમને જણાવીશું કે આવું થશે તો શું થશે ?
જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ ડ્રોમાં સમાપ્ત થાય છે
ICCના નિયમો અનુસાર, જો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ ડ્રોમાં સમાપ્ત થાય છે, તો બંને ટીમો સંયુક્ત વિજેતા માનવામાં આવશે. એટલે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિજેતા ટીમ ઈન્ડિયા સિવાય ઓસ્ટ્રેલિયાની ટીમને માનવામાં આવશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ 7 જૂનથી શરૂ થશે. ગત વખતે ભારતીય ટીમને ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ શું આ વખતે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જીત મેળવી શકશે?
ટીમ ઈન્ડિયા કયા કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરશે ?
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે શું ભારત બે સ્પિનરો સાથે મેદાનમાં ઉતરશે કે ચાર ફાસ્ટ બોલરોને તક આપવામાં આવશે. અશ્વિન, અક્ષર અને ઉમેશ યાદવ એવા ત્રણ ખેલાડીઓ છે જેઓ એક સ્થાન માટે લડી રહ્યા છે. જો કે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન કેવી હશે તેના પર ચાહકો સતત પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. જો કે એ જોવાનું રસપ્રદ રહેશે કે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં કયા કોમ્બિનેશન સાથે ઉતરશે ?
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (C), શભુમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્યે રહાણે, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત (WK), અશ્વિન/ઉમેશ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ