WTC Points Table: પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રૉ થઇને સમાપ્ત થઇ છે. આ મેચમાં પુરેપુરી રીતે બેટ્સમેનોની બોલબાલા રહી, અને મેચ અંતે ડ્રૉમાં પરિણમી હતી. આ ટેસ્ટ મેચ બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપના પૉઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર જોવા નથી મળ્યો, કેમ કે આ બન્ને હવે ફાઇનલની રેસમાં બહાર થઇ ચૂકી છે. હાલમાં ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમ ફાઇનલની રેસમાં છે, જ્યારે બીજા સ્થાન માટે ભારત અને દક્ષિણ આફ્રિકન ટીમ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે. જાણો હાલમાં શું છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ પૉઇન્ટ ટેબલની તાજા સ્થિતિ.......
પૉઇન્ટ ટેબલમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની સ્થિતિ -
પાકિસ્તાની આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની છેલ્લી અને અંતિમ સીરીઝ રમી રહી છે. તેને અત્યાર સુધી ચાર મેચમાં જીત અને હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ તેની ટેસ્ટ ટકાવારી 38.46 ની રહી છે, અને તે સાતમા સ્થાન પર છે. જ્યારે પહેલી સિઝનની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ચેમ્પીયન ટીમ ન્યૂઝીલેન્ડ હાલ પાંચની સીરીઝ રમી રહી છે. કીવી ટીમે અત્યાર સુધી બે મેચો જીતી છે અને છમાં હારનો હાર મળી છે. તેને બે મેચો ડ્રૉ રમી છે. તેને કુલ 32 પૉઇન્ટ મળ્યા છે, અને પૉઇન્ટ ટેબલમાં તેની ટકાવારી 26.67 ની રહી છે. કીવી ટીમ પૉઇન્ટ ટેબલમાં આઠમા નંબર પર છે.
ઓસ્ટ્રેલિયા અને ભારત ફાઇનલમાં ટકરાઇ શકે છે -
પાંચમી સીરીઝ રમી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમે ફાઇલમાં લગભગ પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. કાંગારુ ટીમે 10 મેચોમાં જીત હાંસલ કરી છે, અને માત્ર એક જ મેચ ગુમાવી છે, 78.57 પૉઇન્ટ ટકાવારી સાથે ઓસ્ટ્રેલિયા આગામી પાંચ ટેસ્ટમાંથી જો એકપણ મેચ જીતી જાય છે, કે ડ્રૉ કરાવી લે છે, તો તે ફાઇનલમાં પહોંચી જશે.
ભારતીય ટીમની વાત કરીએ તો તેની પાસે પણ ફાઇનલમાં જવાનો સારો મોકો છે, ભારતે પાંચ સીરીઝમાં આઠ મેચ જીતી છે, અને ચાર ગુમાવી છે, તેની પાસે 58.93 ટકાવારી પૉઇન્ટ છે. તેને દક્ષિણ આફ્રિકાની સતત બે મેચો હરાવાનો ફાયદો મળ્યો છે. આ કારણે આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની સામે ભારતીય ટીમ ટકરાઇ શકે છે.