Mitchell Marsh On Rishabh Pant: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટ મેચોની બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી રમાશે. બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી 22 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. વળી, આ પહેલા ઓસ્ટ્રેલિયાના લિમીટેડ ઓવરોના કેપ્ટન મિચેલ માર્શ અને ટ્રેવિસ હેડે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. બંને ખેલાડીઓએ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીના સત્તાવાર પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સ પર તેમના વિચારો વ્યક્ત કર્યા. આ દરમિયાન બંને કાંગારુ ક્રિકેટરોએ ભારતીય ખેલાડીને પસંદ કર્યો જે ઓસ્ટ્રેલિયન ટીમમાં સારી રીતે ફિટ બેસે. મિચેલ માર્શ અને ટ્રેવિસે ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનું નામ લીધું. બંનેનું માનવું છે કે ઋષભ પંત એવો ક્રિકેટર છે, તે ઓસ્ટ્રેલિયાના ડ્રેસિંગ રૂમમાં બરાબર ફિટ બેસે છે.


મિશેલ માર્શે ઋષભ પંતની ખૂબ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે ઋષભ પંત એક અદભૂત વ્યક્તિ છે, હું ઈચ્છું છું કે તે ઓસ્ટ્રેલિયન હોત. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તે જેમાંથી પસાર થયો છે તે પછી તેણે શાનદાર વાપસી કરીને બતાવી છે. તે એક સકારાત્મક વ્યક્તિ છે... હજુ પણ ખરેખર યુવાન છે, અને તેને જીતવું ગમે છે. તેણે એમ પણ કહ્યું કે ઋષભ પંત હંમેશા તણાવમુક્ત રહે છે અને હંમેશા હસતો અને મુસ્કુરાતો રહે છે. આની સાથે સાથે ટ્રેવિસ હેડે પણ ઋષભ પંતના ખૂબ વખાણ કર્યા હતા.


ટ્રેવિસ હેડે કહ્યું કે મને લાગે છે કે હું જે ભારતીય ક્રિકેટરને સૌથી વધુ ઓસ્ટ્રેલિયન માનું છું તે ઋષભ પંત હશે. તે જે રીતે તેના આક્રમક સ્વભાવ અને વ્યૂહરચનાથી રમે છે તે મજેદાર છે. તેની સાથે રમવાની ઘણી મજા આવશે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જૉશ હેઝલવુડે રોહિત શર્માના વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે રોહિત શર્મા જે સ્ટાઈલમાં બેટિંગ કરે છે તે ખૂબ જ ખાસ છે. તેના માટે બોલિંગ કરવી ખૂબ મુશ્કેલ છે. જોકે, મને લાગે છે કે નાથન લિયૉન ઓસ્ટ્રેલિયામાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે પડકાર ઉભો કરી શકે છે.


આ પણ વાંચો


જો વરસાદમાં ધોવાઇ જશે કાનપુર ટેસ્ટ તો WTC પૉઇન્ટ ટેબલમાં ભારતને નુકસાન કે ફાયદો ? જાણો અહીં