યુસુફ પઠાણે ભારત તરફથી 57 વનડે અને 22 ટી20 મેચો રમી છે, અને તે 2007માં આઇસીસી ટી20 વર્લ્ડકપમાં પણ ટીમ ઇન્ડિયાનો ભાગ રહ્યો હતો.
છેલ્લા કેટલાય વર્ષોથી યુસુફ પઠાણ ટીમ ઇન્ડિયાથી બહાર હતો, અને આઇપીએલમાં પણ કોઇ ફ્રેન્ચાઇઝીએ તેને ટીમમાં સામેલ કરવા માટે દિલચસ્પી ના હતી બતાવી.
યુસુફે પોતાની ઇન્ટરનેશનલ ક્રિકેટ કેરિયરની શરૂઆત વર્ષ 2007માં પાકિસ્તાની વિરુદ્ધ રમીયેલી ટી20 મેચથી કરી હતી, આ પછી યુસુફે વર્ષ 2008માં પાકિસ્તાન વિરુદ્ધ જ પોતાની પહેલી વનડે મેચ રમી હતી. યુસુફ પઠાણ વર્ષ 2008માં રમાયેલા વર્લ્ડકપમાં પણ ટીમ ઇન્ડિયાનો ભાગ રહ્યો હતો. વડોદરાના ઓલરાઉન્ડરે વર્ષ 2012 પછી કોઇ પણ ઇન્ટરનેશનલ મેચ નથી રમી. આઇપીએલમાં પણ યુસુફનુ પ્રદર્શન શાનદાર રહ્યું અને ઇન્ડિયન પ્રીમિયર લીગની પહેલી સિઝનમાં રાજસ્થાન રૉયલ્સને ચેમ્પિયન બનાવવામાં યુસુફ પઠાણની ભૂમિકા મહત્વની રહી હતી.
(પ્રતિકાત્મક તસવીર)
(પ્રતિકાત્મક તસવીર)