શોધખોળ કરો

કેનેડાના યુવરાજે રચ્યો ઈતિહાસ: ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી

Yuvraj Samra Century: ટી20 વર્લ્ડ કપ 2026 માં કેનેડાના યુવરાજ સામરાએ ન્યૂઝીલેન્ડ સામે 110 રન ફટકારી ઈતિહાસ રચ્યો. તે વર્લ્ડ કપમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો. જાણો સંપૂર્ણ વિગતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Canada vs New Zealand T20 WC: ટી20 વર્લ્ડ કપ 2026 માં મંગળવાર, 17 ફેબ્રુઆરી 2026 ના રોજ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં કેનેડાના યુવા ઓપનર યુવરાજ સામરાએ વિશ્વ ક્રિકેટમાં સનસનાટી મચાવી દીધી છે. ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમ સામેની કરો યા મરો જેવી મેચમાં સામરાએ માત્ર 65 બોલમાં 110 રનની ઐતિહાસિક ઇનિંગ રમીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ ઇનિંગ સાથે તે ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બની ગયો છે. જોકે, સામરાની આ શાનદાર સદી છતાં ન્યૂઝીલેન્ડે આ મેચ 8 વિકેટથી જીતીને સુપર 8 માં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે.

સૌથી યુવા સેન્ચુરિયન: યુવરાજ સિંહ સાથેનું ખાસ કનેક્શન

કેનેડાના આ 19 વર્ષીય બેટ્સમેન યુવરાજ સામરાનો જન્મ 29 સપ્ટેમ્બર 2006 ના રોજ થયો હતો. રસપ્રદ વાત એ છે કે, તેના પિતા ભારતના દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહના મોટા પ્રશંસક હોવાથી તેનું નામ 'યુવરાજ' રાખવામાં આવ્યું હતું. ન્યૂઝીલેન્ડ સામેની ઇનિંગમાં આ ડાબોડી બેટ્સમેને 11 ચોગ્ગા અને 6 આકાશંભી છગ્ગા ફટકારીને કીવી બોલરોને લાચાર કરી દીધા હતા. તે એસોસિયેટ નેશન તરફથી ટી20 વર્લ્ડ કપમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી પણ બન્યો છે.

મેચનો અહેવાલ: કેનેડાનું મજબૂત લક્ષ્યાંક અને કીવી ટીમનો પલટવાર

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કેનેડાએ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 173 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. યુવરાજ અને કેપ્ટન દિલપ્રીત બાજવા (36 રન) એ પ્રથમ વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી હતી. 174 રનના વિજયી લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત નબળી રહી હતી. ફિન એલન (21) અને ટિમ સીફર્ટ (6) સસ્તામાં આઉટ થતા કેનેડાને જીતની આશા જાગી હતી. જોકે, રચિન રવિન્દ્રના 59 અને ગ્લેન ફિલિપ્સના ઝંઝાવતી 76 રનની મદદથી ન્યૂઝીલેન્ડે આ લક્ષ્યાંક આસાનીથી હાંસલ કરી લીધો હતો.

યુવરાજ સામરાની કારકિર્દી પર એક નજર

યુવરાજ સામરા અત્યાર સુધી કેનેડા માટે 18 ટી20 આંતરરાષ્ટ્રીય અને 8 વનડે મેચ રમી ચૂક્યો છે. નાની ઉંમરે તેની બેટિંગમાં જોવા મળતી પરિપક્વતાએ વિશ્વભરના ક્રિકેટ વિશ્લેષકોનું ધ્યાન ખેંચ્યું છે. શ્રીલંકાના પથુમ નિસાન્કા બાદ આ ટૂર્નામેન્ટમાં સદી ફટકારનાર તે બીજો બેટ્સમેન બન્યો છે, પરંતુ સૌથી ઓછી ઉંમરે આ સિદ્ધિ મેળવીને તેણે પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવ્યું છે.

Frequently Asked Questions

ટી20 વર્લ્ડ કપ 2026 માં કેનેડા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચનું પરિણામ શું રહ્યું?

ન્યૂઝીલેન્ડે આ મેચ 8 વિકેટથી જીતી લીધી છે અને સુપર 8 માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.

યુવરાજ સામરાએ ન્યૂઝીલેન્ડ સામે કયો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો?

યુવરાજ સામરા ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો છે.

યુવરાજ સામરાનું નામ 'યુવરાજ' શા માટે રાખવામાં આવ્યું?

તેના પિતા ભારતના દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહના મોટા પ્રશંસક હતા, તેથી તેનું નામ 'યુવરાજ' રાખવામાં આવ્યું હતું.

ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં કેનેડાનો સ્કોર કેટલો હતો?

કેનેડાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 173 રન બનાવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs ENG સેમિફાઇનલ: કોણ બનશે ટીમ ઈન્ડિયાનો 'X Factor'? મોહમ્મદ કૈફે લીધું આ ઘાતક બોલરનું નામ!
IND vs ENG સેમિફાઇનલ: કોણ બનશે ટીમ ઈન્ડિયાનો 'X Factor'? મોહમ્મદ કૈફે લીધું આ ઘાતક બોલરનું નામ!
મુંબઈમાં કેવું રહેશે હવામાન, ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઈનલમાં વરસાદ પડે તો કોને મળશે ફાઈનલની ટિકિટ?
મુંબઈમાં કેવું રહેશે હવામાન, ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઈનલમાં વરસાદ પડે તો કોને મળશે ફાઈનલની ટિકિટ?
ધુળેટીના દિવસે પણ, ટીમ ઈન્ડિયાના 4 ખેલાડીઓએ ન લીધી રજા, સેમિફાઈનલ પહેલા નેટમાં પાડ્યો પરસેવો
ધુળેટીના દિવસે પણ, ટીમ ઈન્ડિયાના 4 ખેલાડીઓએ ન લીધી રજા, સેમિફાઈનલ પહેલા નેટમાં પાડ્યો પરસેવો
જીતની કોઈ ગેરંટી નથી... ટીમ ઈન્ડિયાના કોચે ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલ મેચ પહેલા આવું કેમ કહ્યું?
જીતની કોઈ ગેરંટી નથી... ટીમ ઈન્ડિયાના કોચે ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલ મેચ પહેલા આવું કેમ કહ્યું?
Advertisement

વિડિઓઝ

Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો
Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Ahmedabad Love Jihad : અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો? હિંદુ સંગઠને મચાવ્યો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
₹1,88,70,00,00,00,000 નો ધુમાડો! ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાની તિજોરી ખાલી થશે? ટ્રમ્પે કરી મોટી જાહેરાત
₹1,88,70,00,00,00,000 નો ધુમાડો! ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાની તિજોરી ખાલી થશે? ટ્રમ્પે કરી મોટી જાહેરાત
રામદાસ અઠાવલે અને વિનોદ તાવડે જશે રાજ્યસભા, BJP એ મહારાષ્ટ્રની યાદી કરી જાહેર 
રામદાસ અઠાવલે અને વિનોદ તાવડે જશે રાજ્યસભા, BJP એ મહારાષ્ટ્રની યાદી કરી જાહેર 
Gold Silver Price Today: હોળી પર સોના-ચાંદીની કિંમતમાં મોટો ઉલટફેર, જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Price Today: હોળી પર સોના-ચાંદીની કિંમતમાં મોટો ઉલટફેર, જાણી લો લેટેસ્ટ કિંમત 
Embed widget