જ્યારે ક્રાઉલીને એ પુછવામાં આવ્યુ કે જો ત્રીજી ટેસ્ટમાં બૉલ સ્વિંગ થાય છે તો કોને ફાયદો થશે, ક્રાઉલીએ આના પર કહ્યું- અમારા માટે આ અનુકુળ રહેશે, અમે આવી પરિસ્થિતિઓમાં રમતા રમતા મોટા થયા છીએ. બૉલરોને અમે મારી શકીશુ, એટલે એ કહી શકાય કે અમે ભારત પર ભારે પડી શકીએ છીએ.
જેક ક્રાઉલીએ વધુમાં કહ્યું કે, જસપ્રીત બુમરાહ, અનુભવી ઇશાન્ત શર્મા અને મોહમ્મદ સિરાજના સંબંધમાં કહ્યું- તેમની પાસે અવિશ્વસનીય ફાસ્ટ આક્રમણ અને અસાધારણ બેટ્સમેન છે, અને એટલા માટે અમને વધુ ફાયદો નહીં મળે. પરંતુ લાલ બૉલની સરખામણીમાં ગુલાબી બૉલ વધુ સ્વિંગ કરે છે જેથી ફાસ્ટ બૉલરોને થોડી મદદ મળે છે. મને આશા છે કે છેલ્લી બે ટેસ્ટ મેચોની સરખામણીમાં આ મેચમાં ફાસ્ટ બૉલરોને વિકેટો ઝડપવામાં વધુ મોકા મળશે.
(પ્રતિકાત્મક તસવીર)