ભારતના સ્ટાર ક્રિકેટરનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક, બોલીવુડની હોટ એક્ટ્રેસને મોકલ્યો મેસેજ, જાણો વિગત
હેકરે પૂર્વ ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટ, માઇકલ ક્લાર્ક, કુમાર સંગાકારા સહિત બોલીવુડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહને મેસેજ મોકલ્યા હતા.
ગંભીર તેના કરિયરની અંતિમ વનડે 2013 અને અંતિમ ટેસ્ટ 2016માં ઇંગ્લેન્ડ સામે રમ્યો હતો.
ગૌતમ ગંભીરે 58 ટેસ્ટમાં 5 વખત નોટઆઉટ રહીને 4154 રન બનાવ્યા છે. જેમાં 9 સદી અને 22 અડધી સદીનો સમાવેશ થાય છે. 147 વનડેમાં ગંભીરે 11 વખત અણનમ રહીને 5238 રન નોંધાવ્યા છે. જેમાં 11 સદી અને 34 અડધી સદી સામેલ છે. જ્યારે 37 ટી 20 મુકાબલામાં 7 અડધી સદીની મદદથી 932 રન ફટકાર્યા છે.
ગંભીરને તેનું ટ્વિટર એકાઉન્ટ હેક થયાનું જલ્દી ખબર પડી ગઈ હતી. જે બાદ તેણે આ અંગે જાણકારી આપતું ટ્વિટ કર્યું. ગંભીરના આ ટ્વિટનો જવાબ આપતાં કુમાર સંગાકારાએ લખ્યું- ધન્યવાદ ગૌતી. મને એક મેસેજ મળ્યો હતો પરંતુ સંજોગવશાત મને શંકા થઈ અને મેં તે લિંક ન ખોલી.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર ગૌતમ ગંભીર સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. પરંતુ તેનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું હતું.