બીજી ટી-20માં રોહિત શર્મા બનાવી શકે છે આ ખાસ રેકોર્ડ્સ, જાણો વિગતે
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ટી-20માં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બનવાથી ફક્ત 35 રન દૂર છે. રોહિતે 91 મેચમાં 32.43ની એવરેજથી 2238 રન બનાવ્યા છે. ટોચના સ્થાને 2272 રન સાથે ન્યૂઝીલેન્ડનો ગુપ્ટિલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ટી-20માં 100 સિક્સરથી બે છગ્ગા દૂર છે. તેના નામે 91 મેચમાં 98 છગ્ગા છે. જો તે બે છગ્ગા ફટકારી દેશે તો સિક્સરોની સદી ફટકારનાર દુનિયાનો ત્રીજો ક્રિકેટર બની જશે. ક્રિસ ગેઈલ અને માર્ટિન ગુપ્ટિલના નામે 103 સિક્સર છે.
નવી દિલ્હીઃ હાલની ટી-20 સીરીઝના કેપ્ટન રોહિત શર્માની પાસે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ઓકલેન્ડ મેચમાં વિશ્વનો ટોપ સ્કોરર બનવા અને છગ્ગાની સેન્ચુરી લગાવવાની તક છે. રોહિત ટી20 ફોર્મેટમાં ટોપ સ્કોરર બનાવથી માત્ર 35 રન અને છગ્ગાની સેન્ચુરી પૂરી કરવાથી 2 છગ્ગા દૂર છે. રોહિતે અત્યાર સુધી 91 ટી20 મેચમાં 2238 રન બનાવ્યા છે. સાથે જ 98 છગ્ગા પણ લગાવ્યા છે. ઉપરાંત સુકાની રોહિત શર્મા પાસે બીજી ટી-20માં કેટલાક રેકોર્ડ બનાવવાની તક છે.
આંતરરાષ્ટ્રીય ટી-20માં વિરાટ કોહલી અને રોહિત શર્માએ 19 વખત પચાસ કે તેથી વધારે રન બનાવ્યા છે. જોકે રોહિત શર્માના નામે બે સદી પણ છે. જ્યારે વિરાટના નામે બધી અડધી સદી છે. જો રોહિત ઓકલેન્ડમાં અડધી સદી ફટકારશે તો તે 50થી વધારે રન બનાવવાના મામલે વિરાટને પાછળ રાખી દેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -