Cristiano Ronaldo: રોનાલ્ડોએ બુધવારે તેની યુટ્યુબ ચેનલ લોન્ચ કરી હતી. ચેનલે એક દિવસ કરતાં પણ ઓછા સમયમાં 13 મિલિયન (1.3 કરોડ) થી વધુ સબ્સ્ક્રાઇબર્સ મેળવ્યા છે. આ પણ એક રેકોર્ડ છે. અગાઉ, એક દિવસમાં સૌથી વધુ સબ્સ્ક્રાઇબરનો રેકોર્ડ હેમ્સ્ટર કોમ્બેટ ચેનલના નામે હતો.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેનો પહેલો વીડિયો પોસ્ટ કર્યો છે. આ પોસ્ટની થોડી મિનિટો પછી, 1.69 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ ઉમેરાય ગયા હતા. 90 મિનિટમાં 10 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ક્યારેય કોઈને મળ્યા નથી, આ એક રેકોર્ડ છે.
પરંતુ હવે ચાહકોના મનમાં પ્રશ્ન એ છે કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો યુટ્યુબ ચેનલથી કેટલી કમાણી કરશે? વાસ્તવમાં, યુટ્યુબ 10 લાખ વ્યૂ માટે 10 હજાર રૂપિયા આપે છે, એટલે કે 1 લાખ વ્યૂ માટે સરેરાશ 1 હજાર રૂપિયા. જો કે, આ દરેક વિડિયો પર ફિક્સ નથી. તમને જણાવી દઈએ કે રોનાલ્ડોના X (Twitter) પ્લેટફોર્મ પર 112.5 મિલિયન ફોલોઅર્સ, ફેસબુક પર 170 મિલિયન ફોલોઅર્સ અને ઇન્સ્ટાગ્રામ પર 636 મિલિયન ફોલોઅર્સ છે.
6 કલાકમાં ગોલ્ડ બટન પણ મળી ગયું
39 વર્ષીય પોર્ટુગીઝ ફૂટબોલરે બુધવાર, 21 ઓગસ્ટના રોજ તેની યુ-ટ્યુબ ચેનલ UR · Cristiano લોન્ચ કરી. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યું, 'પ્રતીક્ષા પૂરી થઈ ગઈ છે. મારી યુટ્યુબ ચેનલ આખરે રિલીઝ થઈ છે! મારી આ નવી સફરમાં જોડાઓ. YouTube 10 લાખ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી ચેનલોને ગોલ્ડ બટન મોકલે છે. રોનાલ્ડોની ચેનલે માત્ર 90 મિનિટમાં આ આંકડો પાર કરી લીધો હતો. યુટ્યુબે પણ 6 કલાકની અંદર ગોલ્ડ બટન તેના ઘરે મોકલી દીધું.
શરૂઆતના વિડિયોમાં પોતાની મીણની પ્રતિમાની ક્લિપ નાખી
રોનાલ્ડોએ તેની ચેનલ ડેબ્યૂ કરતી વખતે ઘણા વીડિયો પોસ્ટ કર્યા. આમાં એક ટીઝર ટ્રેલર અને તેની પાર્ટનર જ્યોર્જિના રોડ્રિગ્ઝ સાથે એક મજેદાર ક્વિઝ ગેમનો સમાવેશ થાય છે. આ સાથે તેણે 2022માં ન્યૂયોર્કમાં તેની મીણની પ્રતિમાના લોકાર્પણની ક્લિપ પણ અપલોડ કરી હતી. તેણે કહ્યું, મેં હંમેશા સોશિયલ મીડિયા પર ચાહકો સાથે ખૂબ જ સારી બોન્ડિંગનો આનંદ માણ્યો છે. હવે મારી YouTube ચેનલ મને ચાહકો સાથે વધુ સારી રીતે જોડવામાં મદદ કરશે.