નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ વાળી ચેન્નાઇ સુપર કિંગ્સે રવિવારે પહેલી ક્વૉલિફાયર મેચમાં દિલ્હી કેપિટલ્સને ચાર વિકેટોથી હરાવીને આઇપીએલની ફાઇનલમાં પ્રવેશ કરી દીધો છે. ચેન્નાઇને આ મેચમાં દિલ્હીએ 173 રનોનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ધોનીની ટીમે શાનદાર બેટિંગ કરીને હાંસલ કરી લીધો હતો. 


સીએસકે તરફથી ઋતુરાજ ગાયકવાડે એકવાર ફરીથી મેચ વિનિંગ ઇનિંગ રમીને સર્વાધિક 70 રન બનાવ્યા. આ ઉપરાંત અનુભવી સુરૈશ રેનાની જગ્યાએ રમી રહેલા રોબિન ઉથપ્પાએ 60 અને કેપ્ટન ધોનીએ મેચ વિનિંગ 18 રન અણનમ બનાવ્યા હતા. 


ધોનીએ છેલ્લી ઓવરમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકારીને માત્ર 6 બૉલમાં 18 રન ફટકાર્યા. ધોનીની આ ઇનિંગથી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના કેપ્ટન વિરાટ કોહલી પણ ખુશ થઇ ગયો અને તેને પોતાના પૂર્વ કેપ્ટનની જોરદાર પ્રસંશા કરી દીધી. કોહલીએ ટ્વીટ કર્યુ જે હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યું છે. 


વિરાટે ટ્વીટ કરતા લખ્યું- અને હવે કિંગની વાપસી થઇ ગઇ છે. દુનિયાના સૌથી મહાન ફિનિશર. આજની ઇનિંગે મને સીટ પરથી ઉઠવા માટે મજબૂર કરી દીધો......




આ જીત સાથે જ ચેન્નાઇ સુપર કિંગ્સે રેકોર્ડ નવમી વાર આઇપીએલ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. વળી, ચેન્નાઇ સામે મળેલી હાર છતાં દિલ્હીની પાસે હજુપણ ફાઇનલમાં પહોંચવાનો બેસ્ટ મોકો છે. દિલ્હીને હવે શાહજહાંમાં સોમવારે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને કોલકત્તા નાઇટ રાઇડર્સની વચ્ચે રમાનારી એલિમીનેટર મેચની વિજેતા ટીમ સામે ટકરાવવુ પડશે, અને જો દિલ્હી આમાં જીતે છે તો 15 ઓક્ટોબરે ચેન્નાઇ સામે ફાઇનલ મેચમાં ફરી એકવાર ટકરાશે.