નવી દિલ્હીઃ આઇપીએલ 2021માં આજે ચેન્નાઇ સુપર કિંગ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. સાંજે 07:30 વાગ્યાથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આ મેચ રમાશે. અહીં ધોનીની ટીમ જ્યાં પોતાની જીતને યથાવત રાખવા મેદાનમાં ઉતરશે તો સામે ડેવિડ વોર્નરની આગેવાની વાળી સનરાઇઝર્સ હૈદરાબાદ હારનો સિલસિલો તોડીને જીતના પાટા પર આવવા પ્રયાસ કરશે. 


ચેન્નાઇ ટીમ હાલના સમયમાં શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. ઓપનર બેટ્સમેન ફાક ડૂ પ્લેસીસ અને ઋતુરાજ ગાયકવાડ બન્ને છેલ્લી કેટલીક મેચોમાં શાનદાર શરૂઆત અપાવી ચૂક્યા છે. આ પછી સુરેશ રૈના સારા ફોર્મમાં છે. એટલુ જ નહીં ટીમનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બેટ અને બૉલથી તરખાટ મચાવી રહ્યો છે. આ બધામાં હૈદરાબાદ માટે ચેન્નાઇને હરાવવુ આસાન નહીં રહે.


હૈદરાબાદ માટે ખરાબ રહી અત્યાર સુધીની સિઝન....
હૈદરાબાદની ટીમ માટે આ આઇપીએલની આ સિઝન અત્યાર સુધી સૌથી ખરાબ રહી છે. પાંચ મેચો રમી છે જેમાં એકમાત્ર મેચમાં જીત મેળવી છે, અને ચાર મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમમાં વૉર્નર અને બેયરર્સ્ટો પર મદાર રહેલો છે. કેન વિલિયમસને દિલ્હી સામે સારુ પ્રદર્શન કરી શક્યો પરંતુ જીત અપાવી શક્યો નહીં. બૉલિંગ વિભાગ પણ યોગ્ય રીતે કામ નથી કરી બતાવી શક્યુ. ભુવનેશ્વર અને નટરાજન ફાસ્ટ બૉલિંગમાં ખરા નથી ઉતર્યા. 


પીચ રિપોર્ટ.....
દિલ્હીનુ અરુણ જેટલી સ્ટેડિયમમાં આ સિઝનની પહેલી મેચ છે. આજની મેચથી પીચનુ વર્તન ખબર પડશે. જો આંતરરાષ્ટ્રીય મેચો રમાઇ હોય તેની વાત કરીએ તો આ પીચ પર સામાન્ય ઉછાળ જોવા મળે છે. જોકે, નાનુ મેદાન હોવાના કારણે અહીં મોટો સ્કૉર બની શકે છે. ફાસ્ટ બૉલરોને આ પીચ પર મદદ મળી શકે છે. રાત્રે આ પીચ પર ભેજનુ મહત્વ વધુ રહે છે. ટૉસ જીતનારી ટીમ બૉલિંગ વધુ પસંદ કરી શકે છે. 


મેચ પ્રિડિક્શન..... 
અમારુ પ્રિડક્શન મીટર બતાવી રહ્યું છે કે, આ મેચમાં ચેન્નાઇનુ પલડુ ભારે રહેશે, બેટિંગ અને બૉલિંગ બન્નેમાં ચેન્નાઇની ટીમ હૈદરાબાદ કરતા વધુ મજબૂત છે. જોકે, મેચ જીતવી આસાન નહીં રહે. 


ચેન્નાઇ સુપર કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન.......
ઋતુરાજ ગાયકવાડ, ફાક ડુ પ્લેસીસ, સુરેશ રૈના, મોઇન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર/કેપ્ટન), સેમ કરન, ડ્વેન બ્રાવો, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર.


સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઇંગ ઇલેવન.....
ડેવિડ વોર્નર (કેપ્ટન), જૉની બેયરર્સ્ટો (વિકેટકીપર), કેન વિલિયમસન, મનિષ પાંડે, વિજય શંકર, કેદાર જાદવ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, જગદીશ સુચિત, ખલીલ અહેમદ, સિદ્વાર્થ કૌલ.