એશિયા કપઃ ‘ભારતીય ટીમ સતત બે દિવસ સુધી મેચ રમશે તો કોઈ મરી નહીં જાય’, આ દિગ્ગજે કહ્યું
પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી અને હવે કોમેન્ટેટર બનેલા ડીન જોન્સે કહ્યું કે, આગામી મહિનાથી શરૂ થઈ રહેલા એશિયા કપમાં જો ભારતીય ટીમ સતત બે મેચ રમશે તો કંઈ મરી નહીં જાય. જોન્સે કહ્યું કે, અમારા દિવસોમાં અમે અનેક વખત સતત મેચ રમતા હતા. ખેલાડી તેની ફરિયાદ કેમ કરી રહ્યા છે. તેઓ પાંચ દિવસ ટેસ્ટ મેચ રમી શકે છે. મને યાદ છે કે ઈંગ્લેન્ડના પ્રવાસ વખતે અમે સતત 11 દિવસ સુધી મેચ રમ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએશિયા કપની શરૂઆત 15 સપ્ટેમ્બરથી થઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને એશિયા કપ 2018 ક્વોલિફાયરની વિજેતા ટીમ રમશે.
તેમણે કહ્યું કે, હું જાણ છું કે ત્યાં ઘણી ગરમી છે પરંતુ આજકાલ ખેલાડીઓને રૂપિયા મળે છે. મને તો સતત બે દિવસ રમવામાં કોઈ સમસ્યા નથી લાગતી. થાકની સમસ્યા હોઈ શકે છે પરંતુ ખેલાડી ઘણા ફિટ છે. હું કહી શકું છું કે તેમાં કોઈને મુશ્કેલી નહીં આવે. તેઓ ફીટ રહેશે. હું કહી શકું છું કે કોઈ મરી નહીં જાય.
સિડનીઃ એશિયા કપના કાર્યક્રમને લઈ ભારતીય ક્રિકેટ બોર્ડ નારાજ છે. ભારતીય ટીમે સતત બે દિવસ મેચ રમવાની છે. જેમાં બીજો મુકાબલો કટ્ટર હરિફ પાકિસ્તાન સામે છે. ભારતીય બોર્ડ ઈચ્છે છે કે પાકિસ્તાન સામેના મુકાબલા પહેલા ભારતને આરામ મળે. જ્યારે પાકિસ્તાનને બે દિવસનો આરામ મળી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -