Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
છેલ્લા બોલે સિક્સર મારી જીતાડનારા DKના નામે બોલે છે આ શરમજનક રેકોર્ડ, જાણો વિગત
ઘટના 10 ડિસેમ્બર, 2017ના દિવસની છે. કાર્તિકે શ્રીલંકા સામની વનડેમાં રમતા સૌથી લૂઝ સ્કૉર બનાવ્યો હતો. આ મેચમાં 18 બૉલ ફેસ કર્યા જેમાં તેને મેડન (એકપણ રન નહીં) રન કર્યા હતા. 18 બૉલ સુધી એકપણ રન કરવાના રેકોર્ડમાં દિનેશ કાર્તિક પહેલો ભારતીય બેટ્સમેન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવનડેમાં આ સ્કૉર સૌથી પહેલા એકનાથ સોલકરના નામે હતો, જેમને 1974માં ઓવલમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી વનડેમાં 17 બૉલ ફેસ કરવા છતાં એકપણ રન ન હતો કર્યો.
રોમાંચક મેચમાં છેલ્લી ઓવરમાં 12 રનની જરૂર હતી ત્યારે ક્રિઝ પર આવેલા યુવા ખેલાડી દિનેશ કાર્તિકે વિજય શંકરની સાથે મળીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. બાંગ્લાદેશી બૉલર સૌમ્ય સરકારે પોતાના છેલ્લા બૉલ પર છગ્ગો જતો જોતા ગ્રાઉન્ડ પર જ બેસીને રડી પડ્યો હતો.
માત્ર 8 બૉલમાં મહત્વની 29 રનની ઇનિંગ રમીને લોકોના દિલમાં વસી ગયેલા દિનેશ કાર્તિકને આ મેચમાં માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. કાર્તિકે આ ઇનિંગ દરમિયાન 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આ તેનો બેસ્ટ સ્કૉર ગણી શકાય, પણ તેના નામે એક શરમજનક સ્કૉર પણ નોંધાયેલો છે.
નવી દિલ્હીઃ શ્રીલંકામાં રમાયેલી નિદહાસ ટ્રૉફીની ટી-20 ટ્રાઇસીરીઝની ફાઇનલ મેચમાં છેલ્લા બૉલે જીત મેળવીને ભારતે બાંગ્લાદેશના હાથમાં ટ્રૉફી ઝૂંટવી લીધી. આ મેચમાં હીરો દિનેશ કાર્તિક રહ્યો, તેને છેલ્લા બૉલે છગ્ગો ફટકારી ભારતને જીત અપાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -