નવી દિલ્હીઃ ભારતના વિકેટકીપર બેટ્સમેન અને કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકને પ્રોટોકોલ તોડવાના કેસમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ કારણ બતાઓ નોટિસ ફટકારી અને તેને 7 દિવસમાં જવાબ આપવા કહ્યું છે. બુધવારે શરૂ થયેલ કેરેબિયન પ્રીમિયર લીગના પ્રથમ મેચ દરમિયાન કાર્તિક ત્રિનિદાદના ક્વીન પાર્ક ઓવલમાં બ્રેન્ડન મેક્કલમની સાથે ટ્રિનબાગો નાઈટ રાઈડર્સના ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો હતો. મેક્કલમ આઈપીએલ ટીન કેકેઆરના નવા કોચ પણ છે.

34 વર્ષના કાર્તિક ત્રિન્બાગો નાઇટ રાઇડર્સના ડ્રેસિંગ રૂમમાં અને સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ સામે પોર્ટ ઓફ સ્પેનમાં થયેલ સીપીએલના પહેલા મેચમાં પણ દેખાયો હતો.  આપને જણાવી દઈએ કે ત્રિન્બાગો રાઇડર્સના માલિક બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન છે.



આ ઘટનાથી જોડાયેલ બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ ઓળખ ન બતાવવાની શર્તે કહ્યું કે દિનેશ કાર્તિકને બીસીસીઆઈએ ‘કારણ બતાઓ’ નોટિસ ફટકારી છે. બોર્ડને એક તસવીર મળી છે જેમાં કાર્તિક ત્રિન્બાગો નાઇટ રાઇડર્સના ડ્રેસિંગ રૂમમાં નજરે આવી રહ્યો છે. જ્યારે અન્ય એક અધિકારીએ જણાવ્યું કે,‘બીસીસીઆઈના કોન્ટ્રેક્ટ મુજબ દિનેશ કાર્તિક કોઈ અન્ય ફ્રેંચાઇઝી લીગમાં દેખાઈ ન શકે. બીસીસીઆઈના કોન્ટ્રેક્ટ મુજબ તેઓ અન્ય કોઈ પ્રાઇવેટ લીગ સાથે જોડાઈ ન શકે.’ હવે બીસીસીઆઈની નોટિસ પર દિનેશ કાર્તિકના જવાબની રાહ જોવામાં આવી રહી છે.