Dipa Karmakar Ban India: ભારતીય જિમાન્સ્ટ દીપા કરમાકર (Dipa Karmakar) ને 21 મહિના માટે પ્રતિબંધિત કરી દેવામાં આવી છે, ખરેખરમાં, ઇન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સી (International Testing Agency) એ દીપા કરમાકરને બેન કરવાનો ફેંસલો કર્યો છે. જોકે ઇન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સીનો બેન 10 જુલાઇ, 2023 થી પ્રભાવી થશે, ઇન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સીએ દીપા કરમાકર પ્રતિબંધિત પદાર્થ (Prohibited Substance)ના સેવનમાં દોષી ઠરી છે, 


ઇન્ટરનેશલ ડૉપિંગ એજન્સીએ પ્રતિબંધિત દવા લેવાની દોષી ગણી - 
દીપા કરમાકર વર્ષે 2016 ના રિયો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યુ હુત, રિયો ઓલિમ્પિકમાં દીપા કરમાકર ચોથા સ્થાન પર રહી હતી. આ ઓલિમ્પિકમાં કોઇપણ ભારતીય જિમાન્સ્ટનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપા કરમાકરને હાઇજેમિન એસ-3 બેટા -2 લેવાની દોષી ગણી છે. ખરેખરમાં ઇન્ટરનેસનલ ડૉપિંગ એજન્સીએ હાઇજેમિન એસ-3 બેટા-2 ને પ્રતિબંધિત દવાઓની કેટેગરીમાં રાખ્યા છે. વળી, થોડાક દિવસો પહેલા દીપા કરમાકરનું સેમ્પલ લેવામાં આવ્યુ હતુ, હવે ઇન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સી ભારતીય જિમ્નાસ્ટ દીપા કરમાકરને દોષી ગણ્યા બાદ 21 મહિના માટે બેન કરી દીધી છે. 


કોણ છે દીપા કરમાકર ?
દીપા કરમાકર કૉમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં મેડલ જીતનારી પહેલા ભારતીય મહિલા છે. આ ખેલાડીઓ ગ્લાસ્ગોલમાં 2014 કૉમનવેલ્થ ગેમ્સમાં કાસ્ય પદક જીત્યુ હતુ, આ ઉપરાંત તેને ઓલિમ્પિકમાં ભાગ લેનારી પહેલી ભારતીય જિમ્નાસ્ટ છે. દીપા કરમાકરએ રિયો ડી જાનેરિયો ઓલિમ્પિકમાં 2016 ના ગ્રીષ્મકાલિન ઓલિમ્પિકમાં ભારતનુ પ્રતિનિધિત્વ કર્યુ હતુ, હવે આ જિમ્નાસ્ટ પર બેન એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ભારતીય જિમ્નાસ્ટ દીપા કરમાકરને પ્રતિબંધિત પદાર્થ (Prohibited Substance) ના સેવનનો દોષી ગણ્યા બાદ 21 મહિના માટે બન કરવાનો ફેંસલો કર્યો છે. 


 


IND Vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝનું ડીડી સ્પૉર્ટ્સ પર થશે લાઇવ પ્રસારણ, અહીં જુઓ પુરેપુરુ શિડ્યૂલ.....


IND vs AUS Live Broadcast: ભારતે ન્યૂઝીલેન્ડને ટી20 સીરીઝમાં 2-1થી હરાવી દીધુ છે, હવે ટીમ ઇન્ડિયાનું આગામી મિશન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ છે, આ બધાની વચ્ચે ટીમ ઇન્ડિયા હવે આગામી સીરીઝ ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ મેચોની સીરીઝ રમવાની છે.


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી સીરીઝ 9 ફેબ્રુઆરીથી નાગપુરથી શરૂ થશે, આ માટે બન્ને ટીમો તૈયાર થઇ ગઇ છે. ભારતીય ખેલાડીઓ નાગપુર પહોંચી ચૂક્યા છે, હવે ભારતીય ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે, તે છે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની તમામ મેચોનું લાઇવ પ્રસારણ ડીડી સ્પૉર્ટ્સ પર કરવામાં આવશે. 


ડીડી સ્પૉર્ટ્સ પર થશે મેચોનું લાઇવ ટેલિકાસ્ટ - 
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બૉર્ડર ગાવસ્કર ટ્રૉફીની ચારેય મેચોનું ઓફિશિયલ બ્રૉડકાસ્ટર સ્ટાર સ્પૉરટ્સ્ નેટવર્ક છે, પરંતુ આ ઉપરાંત ડીડી સ્પૉર્ટ્સ પર પણ ફેન્સ મેચને લાઇવ બ્રૉડકાસ્ટ જોઇ શકશે. ડીડી સ્પૉર્ટસ પર ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની મેચો જોવા માટે ફેન્સને પૈસા નહીં ચૂકવવા પડે. વળી, આ ઉપરાંત ડિઝ્ની+પ્લસ હૉટસ્ટાર પર ફેન્સ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકશે. જોકે, ડિઝ્ની+ હૉટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ જોવા માટે ફેન્સને પૈસા આપવા પડશે, પરંતુ ડીડી સ્પૉર્ટ્સ પર ફેન્સ મફતમાં લાઇવ બ્રૉડકાસ્ટ જોઇ શકશે. 


બૉર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝનું શિડ્યૂલ - 
9-13 ફેબ્રુઆરી - પ્રથમ ટેસ્ટ 
17-21 ફેબ્રુઆરી - બીજી ટેસ્ટ 
1-5 માર્ચ - ત્રીજી ટેસ્ટ 
9-13 માર્ચ - ચોથી ટેસ્ટ