આખી IPL મફતમાં રમશે ગંભીર, જતા કર્યા 2.8 કરોડ રૂપિયા, જાણો શું આપ્યું કારણ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, આઇપીએલ-11 સિઝનમાં અત્યાર સુધી દિલ્હીની ટીમ 6 મેચો રમી ચૂકી છે, પણ તેમાંથી માત્ર 1માં જ જીત મેળવી શકી છે. પૉઇન્ટ ટેબલમાં પણ સૌથી નીચે આઠમાં નંબર પર છે.
ગંભીર (36 વર્ષ) ટીમના પ્રદર્શનથી નિરાશ થયો છે તેને દિલ્હી ડેરડેવિલ્સની કેપ્ટનશીપ પણ છોડી દીધી છે, તેની જગ્યાએ શ્રેયસ ઐય્યર (23 વર્ષ) ને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ગંભીરે આ સિઝનની સેલેરી છોડી દેવાનો નિર્ણય કર્યો છે જે આઇપીએલ ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે.
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ-11 (આઇપીએલ)માં દિલ્હી ડેરડેવિલ્સના સતત ખરાબ પ્રદર્શન કેપ્ટન ગંભીર નિરાશ થયો છે, ગંભીરે આ મુદ્દે કહ્યું કે, હું દબાણ નથી ઝીલી શકતો, હું આ સિઝનનો પગાર નહીં લઉં. ઉલ્લેખનીય છે કે, ગંભીરને આ સિઝનમાં દિલ્હીની ટીમે 2.8 કરોડમાં ખરીદ્યો હતો.
આ મુદ્દે ગંભીરે કહ્યું કે, આ મારો નિર્ણય છે, હું ટીમમાં પુરતુ યોગદાન ના આપી શક્યો, શિપનો લીડર હોવાના નાતે મને જવાબદારી લેવી પડશે, મને લાગે છે કે આ યોગ્ય સમયે છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -