ICCએ બેટ્સમેનોને મહેન્દ્રસિંહ ધોનીથી સાવચેત રહેવાની આપી સલાહ, જાણો શું કહ્યું....
ધોનીએ રન આઉટનું પરાક્રમ ન્યુઝિલેન્ડની ઇનિંગમાં 37મી ઓવરમાં કર્યું. તમને જણાવી દઈએ કે, કેદાર જાદવની બોલિંગમાં નીશમ અક્રોસ ધ લાઈન શોટ રમવા ગયો, પરંતુ બોલ મિસ કરી ગયો અને બોલ પેડ સાથે ટકરાયો. ત્યારબાદ તેની વિરુદ્ધ LBWની જબરદસ્ત અપીલ થઈ. અમ્પાયરે નીશમને નોટ આઉટ આપ્યો. અમ્પાયરને જોતા નીશમ આ સમયે ક્રીઝની બહાર આવી ગયો, પરંતુ ધોનીની નજર તો બોલ પર જ હતી.
તેણે જેવો નીશમને બહાર જતો જોયો. તરત જ ધોનીએ બોલ લઈને સ્ટંપ પર મારી દીધો અને આ રીતે અમ્પાયરને LBW નહી તો રન આઉટ આપવો પડ્યો. હાઈલાઈટમાં ખબર પડી કે, તે બોલ પર વાસ્તવમાં નીશમ LBW પણ આઉટ જ હતો. જોકે, નીશમ રન આઉટ થઈ ગયો, જેથી તે નિર્ણય હવે કોઈ કામનો ન રહ્યો. જોકે જે અંદાજમાં ધોનીએ વિકેટની પાછળ કામ કર્યું તે જોઈ બધા જ આશ્ચર્યમાં પડી ગયા.
વર્લ્ડ ક્રિકેટના બેટ્સમેનોને આઈસીસીએ આ ચેતવણી વેલિંગટનમાં કીવી બેટ્સમેન જિમી નિશીમની સાથે થયેલી દુર્ઘટના જોયા બાદ આપી હતી. સોશિયલ મીડિયા પર છવાયેલી તસ્વીરો જુઓ અને સમજો કે આઈસીસીએ ધોનીને લઈને મુહિમ ચલાવવાની જરૂર કેમ પડી.
નવી દિલ્હીઃ સાવધાન, વિકેટ પાછલ મહેન્દ્ર સિંહ ધોની છે, ક્રીઝ ન છોડો. આવું કોઈ અન્યએ નહીં પણ ICCએ ચેતવણી આપી છે. ICCએ વનડે વર્લ્ડ કપ પહેલા વિશ્વના તમામ ક્રિકેટર્સને ચેતવણી આપતા પોતાના ટ્વિટર હેન્ડલ પર આ મેસેજ લખ્યો છે.