Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક્સ 2024માં પુરુષોની ભાલા ફેંકની ઇવેન્ટ ગુરુવારે રોમાંચક રીતે સમાપન પર આવી હતી કારણ કે પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરના રેકોર્ડ-બ્રેકિંગ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિક ઈતિહાસમાં છઠ્ઠો સૌથી લાંબું પ્રદર્શન કરનાર આ એથલીટના પ્રદર્શનથી ઘણા ભારતીય નેટીઝન્સે પાકિસ્તાની એથ્લેટ પર ડોપ ટેસ્ટની માંગણી કરતા વિવાદનું મોજું ફરી વળ્યું છે.
અરશદ નદીમે ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં ફાઉલથી શરૂઆત કરી હતી. આ પછી, તેનો બીજો પ્રયાસ ઓલિમ્પિક રેકોર્ડ હતો જે તેણે 92.97 મીટર ફેંક્યો હતો. અરશદનો ત્રીજો થ્રો 88.72 મીટર હતો. ચોથો થ્રો 79.40 હતો. પાંચમા થ્રોમાં અરશદે 84.87 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો જ્યારે છઠ્ઠા અને અંતિમ પ્રયાસમાં અર્શદે સૌને ચોંકાવી દીધા હતા અને બીજી વખત 90 મીટરનો આંકડો પાર કર્યો હતો અને 91.79 મીટરનું અંતર કાપ્યું હતું.
એક્સ પર પોસ્ટ કરતા એક ભારતીયે કહ્યું, સત્તાવાળાઓએ અરશદ નદીમનો ડોપ ટેસ્ટ કરાવવો જોઈએ; મને વિશ્વાસ નથી થતો કે તે વિશ્વ વિક્રમ બનાવી શકશે,
અન્ય એક નેટીઝને કહ્યું, અરશદ નદીમનો ડોપ ટેસ્ટ જરૂરી છે. તેણે સ્પષ્ટપણે પરફોર્મન્સ વધારતી કેટલીક દવાઓનો ઉપયોગ કર્યો છે. 92.97 મીટર શક્ય નથી. ઓલિમ્પિક કમિટીએ તાત્કાલિક આની તપાસ કરવી જોઈએ.
ફાઇનલમાં બીજા પ્રયાસમાં અરશદ નદીમે 92.97 મીટરનો થ્રો કર્યો કે તરત જ સોશિયલ મીડિયા પર 'ડોપિંગ' ટ્રેન્ડ થવા લાગ્યું. અરશદે ફાઇનલમાં તેના બે પ્રયાસોમાં 90-મીટરના આંકને સ્પર્શ કર્યો હતો. આ જ કારણ છે કે ચાહકો અરશદના રેકોર્ડ થ્રો પર બિલકુલ વિશ્વાસ નથી આવી રહ્યો. તમને જણાવી દઈએ કે અરશદે બનાવેલો 92.97 મીટરનો થ્રો પણ એક ઓલિમ્પિક રેકોર્ડ છે. જો કે, અરશદે ડોપ કર્યું છે કે નહીં તે નક્કી કરવાનું કામ વાડાએ કરવાનું છે.
જો તે ડોપિંગમાં પકડાઈ જશો તો શું થશે?
તમને જણાવી દઈએ કે જો અરશદ નદીમ ડોપિંગ ટેસ્ટમાં પકડાઈ જશે તો ઓલિમ્પિક મેડલનો નિર્ણય બદલાઈ જશે. આવી સ્થિતિમાં નીરજ ચોપરાને ગોલ્ડ મેડલ અને પીટર એન્ડરસન કે જેણે ત્રીજું સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે તેને સિલ્વર મેડલ આપવામાં આવશે. જ્યારે ચોથા ક્રમે ભાલો ફેંકનારને બ્રોન્ઝ આપવામાં આવશે.