સતત ત્રણ વનડે હાર બાદ ન્યૂઝીલેન્ડે પોતાની ટીમમાંથી આ બે ખેલાડીઓને હાંકી કાઢ્યા, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત સામેની બાકી બચેલી બે મેચોમાં ન્યૂઝીલેન્ડની વનડે ટીમમાં સોઢી અને બ્રેસવેલની જગ્યાએ જેમ્સ નીશમ અને ટૉડ એશ્લેને સામેલ કરવામાં આવ્યા છે. ચોથી વનડે 31મી જાન્યુઆરી અને પાંચમી વનડે 3જી ફેબ્રુઆરીએ રમાનારી છે.
ટીમ મેનેજમેન્ટે આ બે ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવા પાછળ પરફોર્મન્સમાં કમી હોવાનું કારણ આપ્યુ છે. તેમને કહ્યું કે ઇશ સોઢીને બીજી અને ત્રીજી વનડેમાં જગ્યા મળી હતી, જોકે, બન્ને મેચોમાં સોઢી વિકેટ લેવામાં નિષ્ફળ નિવડ્યો હતો.
જ્યારે ડગ બ્રેસવેલને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને ત્રણેય મેચ રમીને પણ કંઇ ખાસ ન કર્યુ, તેને માત્ર એક વિકેટ અને બીજી વનડેમાં અડધીસદી ફટકારી હતી.
નવી દિલ્હીઃ ભારત સામે સતત ત્રણ વનડે મેચોમાં મળેલી કારમી હાર બાદ ન્યૂઝીલેન્ડનું ટીમ મેનેજમેન્ટ એક્શનમાં આવી ગયુ છે. ત્રણ વનડેમાં યોગ્ય પરફોર્મન્સ ના કરી શકનારા બે ખેલાડીઓ સોઢી અને બ્રેસવેલને ટીમમાંથી બહાર કરી દેવાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -