વિરાટ કોહલીની એક નાની ભૂલના કારણે જીતી ન શક્યું ભારત, જાણો વિગત
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવારે વિશાખાપટ્ટનમમાં રમાયેલી રોમાંચક મેચ છેલ્લા બોલે ટાઈમાં પરિણમી હતી. કોહલીની કેપ્ટનશિપમાં ભારતની પ્રથમ મેચ ટાઈ પડી હતી. આ મેચ દરમિયાન કોહલીએ 10,000 રનનો રેકોર્ડ પણ તેના નામે કરી લીધો હતો. જેના કારણે ફેન્સ તેને અભિનંદન આપી રહ્યા છે, પરંતુ કેટલાંક ફેન્સ મેચ ટાઇ થવા બદલ વિરાટને જવાબદાર ગણી રહ્યા છે.
મેચમાં વિરાટ કોહલી 157 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.
આ એક રન મેચના છેલ્લા બોલ પર ભારતને ભારે પડ્યો હતો. છેલ્લા બોલ પર વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 5 રનની જરૂર હતી પરંતુ શાઈ હોપે ચોગ્ગો ફટકારીને મેચ ટાઈ કરાવી હતી. જો ભારત પાસે વધારાનો એક રન હોત તો મેચ ભારત જીતી ગયું હોત.
ઘટના એવી બની હતી કે, ભારતની બેટિંગ દરમિયાન વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડિઝ સામે બેટિંગ દરમિયાન એક રન શોર્ટ કર્યો. 11મી ઓવરમાં વિરાટ કોહલી ઝડપથી બે રન લેવાની કોશિશમાં ક્રીઝની અંદર બેટ અડાડ્યું નહોતું. એમ્પાયરે વિરાટની આ ભૂલને પકડી પાડી, અને તેને એક રન કાપી લીધો હતો. જેના કારણે ભારતે 50 ઓવરના અંતે 321 રન બનાવ્યા.