નવી દિલ્હીઃ એશીઝ સીરીઝમાં પાંચમા દિવસની રમત ખુબ રોમાંચક રહી, ઇંગ્લિશ સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સે દરેકનું ધ્યાન ખેંચ્યુ. સ્ટૉક્સે આખો દિવસ બેટિંગ કરીને એકલા હાથે ઓસ્ટ્રેલિયાની જીત છીવની લીધી, અને અંતે એક વિકેટ બાકી હતી ત્યારે એશીઝની બીજી ટેસ્ટ જીતાડીને સીરીઝમાં 1-1ની બરાબરી કરાવી હતી.

બેન સ્ટૉક્સની ધારદાર બેટિંગ જોઇને ક્રિકેટ જગતના દિગ્ગજો સ્તબ્ધ થઇ ગયા હતા. સચીનથી લઇ સહેવાગ, લક્ષ્મણ અને ઇંગ્લિશ ક્રિકેટરોએ બેન સ્ટૉક્સને સેલ્યૂટ કર્યા હતા.


બેન સ્ટૉક્સે 219 બૉલ રમીને 11 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકારીને અણનમ 135 રનની ઇનિંગ રમી હતી. આ મેચ વિનીંગ ઇનિંગ હતી. ઉલ્લેખનીય છે કે, પહેલી ઇનિંગમાં ઇંગ્લિશ ટીમ માત્ર 67 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. આ જીત બાદ સોશ્યલ મીડિયામાં બેન સ્ટૉક્સને હીરો બતાવવામાં આવી રહ્યો છે, જેના મજેદાર ટ્વીટ અહીં છે.