એશીઝમાં સીરીઝમાં ઓસ્ટ્રેલિયાએ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ટેસ્ટમાં ઇંગ્લિશ ટીમને 185 રને હાર આપીને સીરીઝ પર 2-1થી કબ્જો જમાવી લીધો છે. આ હાર હવે ઇંગ્લિશ બૉલર જેમ્સ એન્ડરસનને પચતી નથી.
એન્ડરસને પીચો પર ગુસ્સો કાઢતા કહ્યું કે, હું સમજુ છું કે અમારી પીચોએ ઓસ્ટ્રેલિયન ટીમને વધુ મદદ કરી છે. હું પીચો પર વધારે ઘાસ ઇચ્છતો હતો કેમકે અહીં આ રીતની જ પીચો હોય છે. લેન્કશાયરમાં બધી વિકેટો જતી હોય ત્યારે તમારે ફ્લેક પીચ બનાવી જોઇએ, આ એક ખેલાડી માટે દુઃખદ છે.