1000 ટેસ્ટ રમનારો પ્રથમ દેશ બનશે ઈંગ્લેન્ડ, જાણો કઈ ટીમે કેટલી રમી છે મેચ
જે બાદ 427 ટેસ્ટ સાથે સાઉથ આફ્રિકા પાંચમા, 426 ટેસ્ટ સાથે ન્યૂઝિલેન્ડ છઠ્ઠા, 415 ટેસ્ટ સાથે પાકિસ્તાન સાતમા, 274 ટેસ્ટ સાથે શ્રીલંકા આઠમા, 108 ટેસ્ટ સાથે બાંગ્લાદેશ નવમા અને 105 ટેસ્ટ સાથે ઝિમ્બાબ્વે 10માં ક્રમે છે. આ ઉપરાંત આઈસીસી વર્લ્ડ ઇલેવન, અફઘાનિસ્તાન અને આયરલેન્ડ એક-એક ટેસ્ટ રમી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2313 ટેસ્ટ મેચ રમાઈ ચુકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસર્વાધિક ટેસ્ટ મેચ રમનારા દેશોમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બાદ 535 ટેસ્ટ સાથે વેસ્ટ ઈન્ડીઝ ત્રીજા અને 522 ટેસ્ટ સાથે ભારત ચોથા નંબર પર છે.
ઈંગ્લેન્ડ અત્યાર સુધીમાં 357 મેચ જીતી છે. જ્યારે 297 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે અને 345 મેચ ડ્રો રહી છે. જીતના મામલે ઇંગ્લેન્ડ બીજા નંબરે છે. ઓસ્ટ્રેલિયા 383 જીત સાથે પ્રથમ નંબર પર છે.
ઈંગ્લેન્ડ અત્યાર સુધી 999 ટેસ્ટ મેચ રમ્યું છે અને ભારત સામે પાંચ મેચની સીરિઝની પ્રથમ મેચ આ હિસાબે ટેસ્ટ ક્રિકેટમાં ઐતિહાસિક બની જશે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી 812 ટેસ્ટ મેચ રમી છે અને તે સૌથી વધુ ટેસ્ટ રમવામાં ઇંગ્લેન્ડ પછી બીજા નંબર પર છે.
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડની ટીમ ભારત સામે 1 ઓગસ્ટથી એજબેસ્ટનમાં શરૂ થવા જઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં એક સીમાચિહ્ન મેળવશે. ઈંગ્લેન્ડ 1000 ટેસ્ટ મેચ રમનારી વિશ્વના પ્રથમ ટીમ બની જશે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ 1877માં પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -