કતારમાં રમાઇ રહેલા ફૂટબોલ વર્લ્ડકપની ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તેઓએ રવિવારે (4 ડિસેમ્બર) ચોથી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં આફ્રિકન ચેમ્પિયન સેનેગલને 3-0થી હરાવ્યું હતું. મેચમાં ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન હેરી કેન, વાઈસ કેપ્ટન જોર્ડન હેન્ડરસન અને યુવા સ્ટાર બુકાયો સાકાએ એક-એક ગોલ કર્યા હતા. ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ સામે થશે. ફ્રાન્સે ત્રીજા પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોલેન્ડને 3-1થી હરાવ્યું હતું.






ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપના ઇતિહાસમાં 10મી વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. રશિયામાં રમાયેલા ગત વર્લ્ડ કપમાં તે ચોથા સ્થાને રહ્યું હતું. ઇંગ્લેન્ડ આ પહેલા 1954, 1962, 1966, 1970, 1986, 1990, 2002, 2006 અને 2018માં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી.






હેન્ડરસન અને હેરી કેને સેનેગલનું મનોબળ તોડ્યું હતું


ઇંગ્લેન્ડ માટે અનુભવી જોર્ડન હેન્ડરસને પ્રથમ ગોલ કર્યો હતો. તેણે 38મી મિનિટે જુડ બેલિંઘમના પાસ પર ટીમ માટે પહેલો ગોલ કર્યો હતો. તેના પછી કેપ્ટન હેરી કેને ફોડેનના પાસ પર ગોલ કર્યો હતો. આ વર્લ્ડ કપમાં તેનો આ પહેલો ગોલ છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં હેરી કેનનો આ સાતમો એકંદર ગોલ છે.


ઇંગ્લેન્ડે સેનેગલ સામે હાફ ટાઇમ પછી પણ આક્રમણ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેનો ફાયદો તેને 57મી મિનિટે મળ્યો. બુકાયો સાકાએ ઈંગ્લેન્ડ માટે મેચમાં ત્રીજો ગોલ કર્યો હતો. આ વર્લ્ડ કપમાં સાકાનો આ ત્રીજો ગોલ છે.આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ માટે 12મો ગોલ છે. ગોલના મામલે તેણે પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનની બરોબરી કરી છે. ઈંગ્લેન્ડે 2018માં કુલ 12 ગોલ કર્યા હતા.


પોલેન્ડને હરાવીને ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ ક્વાર્ટર ફાઇનલમાં


કતાર દ્વારા આયોજિત FIFA વર્લ્ડ કપ 2022 સીઝનમાં રવિવારે રાત્રે પ્રી-ક્વાર્ટર ફાઈનલની ત્રીજી મેચ રમાઈ હતી. આ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સે શાનદાર પ્રદર્શન કર્યું અને રોબર્ટ લેવાનડૉસ્કીની ટીમે પોલેન્ડને 3-1થી હરાવ્યું હતું. આ સાથે ફ્રાન્સ પણ ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગયું છે. Kylian Mbappéએ અત્યાર સુધી વર્લ્ડ કપના ઈતિહાસમાં 8 ગોલ કર્યા છે.


આ મેચના હીરો 23 વર્ષીય એમ્બાપ્પે અને ઓલિવિયર રહ્યા હતા.  એમ્બાપ્પેએ 2 શાનદાર ગોલ કર્યા હતા, જ્યારે ગિરાડે એક ગોલ કરીને તેની ટીમ ફ્રાંસને સુપર-8 સુધી પહોંચાડી હતી. ફ્રાન્સે છેલ્લી વખત આ ટાઇટલ કબજે કર્યું હતુ. ફ્રાન્સની ટીમ વર્લ્ડ કપના ઈતિહાસમાં 9મી વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે.


પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં ફ્રાન્સની ટીમે પોલેન્ડ સામે શરૂઆતથી જ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. મેચનો પ્રથમ હાફ ગોલ રહિત ડ્રોમાં સમાપ્ત થવા જઈ રહ્યો હતો કે તેની એક મિનિટ પહેલા એટલે કે 44મી મિનિટે ઓલિવિયરે મેચનો પહેલો ગોલ કરીને ફ્રાન્સને 1-0ની સરસાઈ અપાવી હતી. આ ગોલમા એમ્બાપ્પે દ્વારા મદદ કરવામાં આવી હતી