જામનગરઃ ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સોશિયલ મીડિયા પર ઘણો સક્રિય રહે છે. આ વખતે તેણે તલવારબાજીનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોની ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉને મજાક ઉડાવી હતી, જેનો જાડેજાએ સણસણતો જવાબ આપીને બોલતી બંધ કરી દીધી હતી.
જાડેજાએ તેના ઘરની લોનમાં તલવાર લઈને કરતબ કરતો વીડિયો પોસ્ટ કર્યો અને સાથે કેપ્શનમાં લખ્યું, “તલવાર તેની ચમક ગુમાવી શકે છે પરંતુ માલિકને હંમેશા વફાદાર રહે છે.” જેના પર ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને કમેન્ટ કરી હતી.
વોને લખ્યુ, “તમારે લોનનું ઘાસ કાપતાં મશીનની જરૂર છે રૉકસ્ટાર.” જેનો જવાબ આપતાં જાડેજાએ લખ્યું, “હા, મને ખબર નહોતી કે તેને કાપે છે. કોરોનાવાયરસની અસર છે.” જાડેજાનો આવો રિપ્લાઇ જોઈ વોની બોલતી બંધ થઈ અને બાપુની આ કમેન્ટ લોકો ખૂબ લાઇક કરી રહ્યા છે.
જાડેજા બેટિંગમાં જ્યારે પણ ફિફ્ટી ફટકારે ત્યારે તલવારબાજી કરીને સેલિબ્રેશન કરે છે. કોરોના વાયરસના કારણે તમામ ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ રદ્દ કરી દેવામાં આવી છે.