ક્રિસ ગેઈલે સપના ચૌધરી નહીં પણ બોલીવુડની આ હોટ હીરોઈનના સોંગ પર કરેલો ડાન્સ, જાણો વિગત
હવે સપના ચૌધરી એ એક વીડિયો પૉસ્ટ કર્યો છે જેમાં 'તેરી આંખ્યો કા યો કાજલ' પર ડાન્સ થઇ રહ્યો છે. પણ આ વખતે ડાન્સ સપના ચૌધરી નથી કરી રહી. એવો એક ખેલાડી જેના આગળ બૉલરો બૉલ ફેંકતા પણ ડરે છે, આ ખેલાડી બીજો કોઇ નહીં વેસ્ટ ઇન્ડિઝનો વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ છે. લગભગ 8 મહિના પહેલા ક્રિસ ગેલે આ અંદાજમાં ડાન્સ કર્યો હતો, પણ સપનાના ગીત પર નહીં બૉલીવુડ સ્ટાર સની લિયોનીના ગીત પર.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, આ વીડિયોમાં ક્રિસ ગેલ જબરદસ્ત ડાન્સ કરતો દેખાય છે. આ વીડિયો વિશે સપનાએ લખ્યું કે, જુઓ મને ઇન્ટરનેટ પર શું મળ્યું, ક્રિસ ગેલ ખરેખર કમાલનો ડાન્સર છે.
એટલે કે 8 મહિના જુના ક્રિસ ગેલના આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં શાહરૂખ ખાનની રઇસ ફિલ્મનું ગીત લૈલા મે લૈલા વાગી રહ્યું છે, જેમાં સની લિયોનીએ ડાન્સ કર્યો હતો.
સચ્ચાઇ એવી છે કે, ક્રિસ ગેલનો આ વીડિયો સપનાની ગીત સાથે મિક્સ કરેલો છે, પણ ખરેખરમાં ક્રિસ ગેલે રઇસ ફિલ્મના સની લિયોનીના લૈલા મે લૈલા ગીત પર ડાન્સ કર્યો હતો. જોકે, તેને સપનાના ગીત સાથે ઓડિયો અને સોન્ગને મર્જ કરી દેવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ હરિયાણવી સિંગર અને ડાન્સર સપના ચૌધરીનું એક સુપરહિટ સોન્ગ છે 'તેરી આંખ્યો કા યો કાજલ'. હંમેશા સપના ચૌધરી આ ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે, અને દર્શકોની ભીડ પણ તેને આ ગીત પર ડાન્સ કરતી જોતા બેકાબૂ થઇ જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -