સચિન તેંડુલકરના પગલે ચાલી રહ્યો છે ધોની, ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા કર્યું કંઈક આવું....
ધોનીએ શાર્દુલને કાલ્પનિક ફીલ્ડિંગ લગાવવા માટે કહ્યું જ્યારબાદ શાર્દુલે તેને મિડ-વિકેટ, એક્સટ્રા કવર અને ડીપ ફાઈન લેગમાં કાલ્પનિક ફીલ્ડર રાખવાનો ઈશારો કર્યો. બાદમાં ધોનીએ ફીલ્ડરોને ધ્યાનમાં રાખીને શૉટ્સ ફટકાર્યા. તેના રિફ્લેક્સ પહેલા જેવા નહોતા દેખાતા અને તે ઘણા બોલ રમવામાં નિષ્ફળ રહ્યો પણ જે બોલ તેના બેટ પર આવતી હતી તેમાં શાનદાર અવાજ આવતો હતો.
વચ્ચે-વચ્ચે ઠાકુર પણ બોલિંગ કરતો રહ્યો. સતત બે કલાક સુધી પ્રેક્ટિસ કર્યા બાદ ધોનીએ નાનકડો બ્રેક લીધો અને ફરી પ્રેક્ટિસમાં લાગી ગયો. આ દરમિયાન સિદ્ધાર્થ કૌલ પણ ત્યાં આવી ગયો અને તેણે પણ ધોનીને બોલિંગ કરી.
ધોનીએ 15 જૂને વન-ડે ટીમના ખેલાડીઓ સાથે યો-યો ટેસ્ટ આપ્યો હતો અને અન્ય ખેલાડીઓ જતા રહ્યાં પછી પણ ત્યાં જ રોકાયો હતો. ધોની સોમવારે NCAમાં થ્રો-ડાઉનના નિષ્ણાત રઘુ અને ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર સાથે ત્યાં પહોંચ્યો અને આશરે અઢી કલાક સુધી 18 મીટરના અંતરથી થ્રો-ડાઉન પર પ્રેક્ટિસ કરી.
સચિન તેંડુલકર પણ પોતાની કારકિર્દીના અંતિમ વર્ષોમાં મુંબઈના બાન્દ્રા કુર્લામાં જાતે જ પ્રેક્ટિસ કરતો હતો અને NCAમાં ધોનીનું પ્રેક્ટિસ સેશન પણ કંઈક આવું જ છે. તેણે જેટલા પણ બોલનો સામનો કર્યો તેમાંથી 70 ટકા થ્રો-ડાઉનથી કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ આગામી મહિને ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. આ પ્રવાસની શરૂાત વનડે અને ટી-20 સીરીઝની સાથે થશે. ઇંગ્લેન્ડના પડકારનો સામનો કરવા માટે ધોની લોકોની ભીડથી દૂર એકલો એનસીએ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરી રહ્યો છે. ધોની નેશનલ ક્રિકેટ એકેડમીમાં અભ્યાસ દરમિયાન ખૂબ પરસેવો પાડતો જોવા મળ્યો.