FIFA Awards Nominees: ફૂટબૉલની ગવર્નિંગ બૉડી (FIFA) એ વાર્ષિક આપવામાં આવતા FIFA એવોર્ડ્સ માટે નૉમિનીઝનું એલાન કરી દીધુ છે. બેસ્ટ પ્લેયરથી લઇને બેસ્ટ ગૉલકીપર અને કૉચ માટે નૉમિનેશન લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. મહિલા ફૂટબૉલર્સ માટે પણ નૉમિનેશન આવી ચૂક્યા છે. ફિફા એવોર્ડ્સમાં સૌથી મોટો એવોર્ડ્સ 'બેસ્ટ પ્લેયર' માટે 14 ખેલાડીઓને નામિત કરવામાં આવ્યા છે. આમાં લિયૉનેલ મેસ્સી (Lionel Messi) અને કિલિયન એમબાપ્પે (Kylian Mbappe) સામેલ છે.
લિયૉનેલ મેસ્સી ફિફા વર્લ્ડકપ 2022નો 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' રહ્યો હતો, તેને ગૉલ્ડન બૉલથી નવાજવામાં આવ્યો હતો, તેને પોતાની ટીમને વર્લ્ડકપ ટ્રૉફી અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આવામાં મેસ્સીને ફિફા બેસ્ટ પ્લેયર એવોર્ડમાં સૌથી આગળ માનવામાં આવે છે. તેને સૌથી મોટો પડકાર પીએસજીના તેના સાથે ખેલાડી એમબાપ્પેથી મળશે. એમબાપ્પે ફિફા વર્લ્ડકપ 2022 માં સૌથી વધુ ગૉલ કરનારો ખેલાડી રહ્યો હતો, તેને 'ગૉલ્ડન બૂટ' એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.
મેસી અને એમબાપ્પે ઉપરાંત આ લિસ્ટમાં નેમાર, લૂકા મોડ્રિચ, રાબર્ટ લેવાનડૉસ્કી અને મોહમ્મદ સાલાહ જેવા કુલ 14 ખેલાડીઓને જગ્યા મળી છે. ઉલ્લેખનીય છે કે, આ લિસ્ટમાં ક્રિસ્ટિયાનો રૉનાલ્ડો સામેલ નથી.
ફિફા બેસ્ટ મેન્સ પ્લેયર નૉમિનીઝ -
લિયૉનેલ મેસ્સી, કિલિયન એમબાપ્પે, જુલિયન અલવરાજ, જુડ બેલિંઘમ, કરીમ બેન્ઝમા, કેવિન ડી બુઇને, અર્લિંગ હૉલેન્ડ, અશરફ હકીમી, રૉબર્ટ લેવાનડૉસ્કી, સાદિયો માને, લૂકા મોડ્રિચ, નેમાર, મોહમ્મદ સાલાહ, વિન્સી જૂનિયર.
ફિફા બેસ્ટ મેન્સ ગૉલકીપર નૉમિનીઝ -
એમિલિયાનો માર્ટિનેઝ, એલિસન બેકર, થિબૉટ કૉર્ટિયસ, એન્ડરસન, યાસિન બાઉનૂ.
ફિફા બેસ્ટ મેન્સ ટીમ કૉચ -
લિયૉનેલ સ્કલૉની, પેપ ગુઆર્ડિઓલા, ડિડિયર ડેસચેમ્પ, કાર્લો એન્કલૉટી, વાલિદ રેગ્રાગુઇ.