Virat Kohli Praised Cristiano Ronaldo: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ તેના ફૂટબોલ હીરો ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પ્રશંસા કરી છે. 09 ડિસેમ્બરના રોજ પોર્ટુગલને ફિફા વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલ મેચમાં મોરોક્કો સામે 1-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ વર્લ્ડ કપ 2022માં પોર્ટુગલની સફર ખતમ થઈ ગઈ. મોરોક્કો સામેની હાર બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. તે મેદાન પર રડવા લાગ્યો હતો. રોનાલ્ડોનો આ છેલ્લો વર્લ્ડ કપ હતો. તે પોતાના દેશ માટે ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહ્યો હતો. ફૂટબોલમાં રોનાલ્ડોના યોગદાનને દરેક લોકો યાદ કરી રહ્યા છે. આ દરમિયાન ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પણ તેના જોરદાર વખાણ કર્યા છે. કોહલીએ કહ્યું કે રોનાલ્ડોને ટાઈટલ કોઈ એક્સપ્લેન કરી શકે તેમ નથી. તે મારા માટે સર્વકાલીન મહાન ખેલાડી છે.
વિરાટે રોનાલ્ડોની પ્રશંસા કરી હતી
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને ટ્વીટ કરીને લખ્યું હતું કે, તમે આ રમતને અને વિશ્વભરના રમતપ્રેમીઓને જે આપ્યું છે તેને કોઈ ટ્રોફી કે ટાઈટલ ઓછું કરી શકે તેમ નથી. તમે લોકો પર કરેલી અસરને કોઈ શીર્ષક સમજાવી શકતું નથી? જ્યારે અમે તમને રમતા જોઈએ છીએ ત્યારે હું અને વિશ્વભરના લોકો શું અનુભવે છે. તમે ભગવાનની ભેટ છો.
અન્ય એક ટ્વિટમાં વિરાટ કોહલીએ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને સર્વકાલીન મહાન ફૂટબોલર ગણાવ્યો હતો. તેણે લખ્યુ હતું કે તમે એવા વ્યક્તિ માટે આશીર્વાદ સમાન છો જે દરેક વખતે પોતાના દિલથી રમે છે. કોઈપણ રમતવીર માટે સખત મહેનત, સમર્પણ અને સાચી પ્રેરણાનું પ્રતીક. તમે મારા માટે કાયમ મહાન છો.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માત્ર પોર્ટુગલના જ નહીં પરંતુ વિશ્વના શ્રેષ્ઠ ફૂટબોલરોમાંથી એક છે. તેણે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ 118 ગોલ કર્યા છે. હાલમાં વિશ્વનો કોઈ ખેલાડી તેના આ રેકોર્ડની આસપાસ નથી. રોનાલ્ડોએ પોર્ટુગલ ફૂટબોલ ટીમ માટે 196 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.