FIFA World Cup 2018: ક્રોએશિયાએ પેનલ્ટી શૂટઆઉટમાં રશિયાને 4-3થી હરાવી સેમીફાઈનલમાં કર્યો પ્રવેશ
એકસ્ટ્રા ટાઈમમાં ક્રોએશિયાએ 2-1ની લીડ મેળવી હતી. પરંતુ રશિયાએ બીજા એક્સ્ટ્રા ટાઈમમાં ગોલ કરીને બરાબરી કરી લીધી. ત્યારબાદ મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટથી થયો. છેલ્લે ક્રોએશિયાએ બાજી મારી લીધી. પેનલ્ટી શૂટઆઉટના 4થા શોટ સુધી બંને ટીમો 3-3ની બરાબરી પર હતી અને અંતિમ કિક પર મેચ પહોંચી તો રશિયાનો ગોલકિપર ગોલ બચાવવામાં ચૂકી ગયો અને ત્યારબાદ માર્સેલો બોજોવિકે નિર્ણાયક ગોલ કરીને ક્રોએશિયાની જીત અપાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેચના નિર્ધારીત સમયે ક્રોએશિયા અને રશિયા બંને 1-1ની બરાબરીએ હતાં. મેચ જ્યારે એક્સ્ટ્રા ટાઈમ પર ગઈ તો બંને ટીમોએ પોતાના ખાતામાં 1-1 ગોલ નાખ્યો અને અહીં પણ જ્યારે બરાબરી પર ખતમ થઈ. ત્યારે એકસ્ટ્રા ટાઈમમાં પહોંચેલી મેચના 100મા મિનિટમાં ડોમાગોઝ વિડા ગોલ કરીને ક્રોએશિયાને લીડ અપાવી દીધી. આગામી 15 મિનિટના ખેલમાં ક્રોએશિયા રશિયા પર હાવી રહ્યું. રશિયા સતત મેચમાં વાપસીની તક શોધી રહ્યું હતું પરંતુ ક્રોએશિયાના ડિફેન્સે તેને કોઈ તક ન આપી.
રશિયા: ફીફા વર્લ્ડ કપની ચોથી ક્વાર્ટર ફાઈનલમાં ક્રોએશિયાએ રશિયાને પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. નિર્ધારીત સમય સુધી બંને ટીમો બરાબરી પર રહી હતી. હવે સેમીફાઈનલમાં તેનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે. ક્રોએશિયાની ટીમ 20 વર્ષ બાદ સેમીફાઈનલમાં પહોંચી છે. બીજી બાજુ ત્રીજી ક્વોર્ટર ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે સ્વીડનને 2-0થી હરાવીને સેમીફાઈનલમાં એન્ટ્રી મારી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -