FIFA World Cup 2022: કતારમાં યોજાઇ રહેલા ફિફા વર્લ્ડકપ 2022માં ગુરુવારે ગ્રુપ-એફમાં બે મહત્વપૂર્ણ મેચ રમાઇ હતી. ચાર વખતની ચેમ્પિયન જર્મની સતત બીજી વખત વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ ગયુ છે. જર્મનીએ ફિફા વર્લ્ડ કપમાં કોસ્ટા રિકાને 4-2થી હરાવ્યું હતું છતાં વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ ગયુ છે.
જર્મની તેની ગ્રુપ E મેચમાં કોસ્ટા રિકા સામે 4-2થી જીત નોંધાવ્યા બાદ પણ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયુ હતું. જર્મનીને નોકઆઉટ માટે ક્વોલિફાય થવા માટે જીતની સાથે સાથે વધુ સારા ગોલ તફાવતની જરૂર હતી. પરંતુ ગોલ તફાવતના આધારે ટીમ સ્પેનથી પાછળ પડી ગઈ અને ત્રીજા સ્થાને રહી હતી. જર્મની અને સ્પેનના ચાર-ચાર પોઈન્ટ હતા. 2018 પછી જર્મની સતત બીજી વખત ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયું છે. જર્મની માટે ગ્રેબરી (10મી મિનિટ), કાઈ હાવર્ટ્ઝ (73મી અને 85મી), ફુલક્રગ (89મી)એ ગોલ કર્યા હતા. કોસ્ટા રિકા માટે તેજેદા (58મી મિનિટ) અને જુઆન (70મી મિનિટ) ગોલ કર્યા હતા.
કોસ્ટારિકાએ 70મી મિનિટે પોતાના ગોલ દ્વારા 2-1ની લીડ મેળવી હતી. હવે જર્મનીનો ગોલ તફાવત ઘણો મોટો હતો. તેઓએ સ્પેનથી આગળ નીકળવા માટે વધુ ગોલની જરૂર હતી. જર્મનીએ મેચમાં ચાર ગોલ કર્યા પરંતુ સ્પેનથી આગળ નીકળવા માટે તે પુરતા નહોતા.જાપાન અને સ્પેન આ ગ્રુપમાંથી આગામી રાઉન્ડમાં પહોંચ્યા છે જ્યારે જર્મની અને કોસ્ટા રિકા બહાર થઈ ગયા છે. જર્મની છેલ્લી વખત પણ ગ્રુપ સ્ટેજથી આગળ વધી શક્યું ન હતું.
જાપાન જીત્યું, સ્પેન આગળના રાઉન્ડમાં
જાપાને વર્લ્ડ કપના ગ્રુપ Eમાં સ્પેનને 2-1થી હરાવીને છેલ્લી-16 ટીમોના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. અલ્વેરા મોરાટાના ગોલથી સ્પેન 1-0થી આગળ હતું પરંતુ જાપાને રિત્સુ (48મી મિનિટ)ના ગોલની મદદથી 1-1થી બરોબરી કરી હતી. બાદમાં જાપાને તનાકા (51મા)ની ગોલની મદદથી 2-1ની લીડ મેળવી હતી. સ્પેન અને જર્મની 4 પોઈન્ટ પર ટાઈ હતી, પરંતુ સ્પેને 3 સામે નવ ગોલ કર્યા હતા. જર્મનીએ તેમની સામે 6 અને 5 ગોલ કર્યા હતા. આવી સ્થિતિમાં સ્પેનનો ગોલ ડિફરન્સ સારો રહ્યો હતો.