FIFA WC 2022 Points Table: ફિફા વર્લ્ડ કપ 2022માં અત્યાર સુધી ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. યજમાન કતાર વર્લ્ડ કપમાં અત્યાર સુધીની બંને મેચ હારી ચૂક્યું છે. ગ્રુપ-એમાં કતાર સૌથી નીચે એટલે કે ચોથા નંબર પર છે. આ સાથે જ નેધરલેન્ડ ગ્રુપ-Aમાં એક જીત સાથે નંબર વન પર યથાવત છે. સેનેગલે પણ કતારને હરાવીને ત્રીજા નંબરનું સ્થાન હાંસલ કર્યું છે અને ઇક્વાડોર બીજા નંબરે યથાવત છે. આવો જાણીએ શું છે બાકીના ગ્રુપની હાલત


ગ્રુપ-બી


ઈંગ્લેન્ડ એક જીત સાથે ગ્રુપ-બીમાં નંબર વન પર યથાવત છે. આ સાથે જ ઈરાન એક જીત અને એક હાર સાથે બીજા નંબર પર છે. આ સિવાય યુએસએ એક ડ્રો સાથે ત્રીજા નંબરે અને વેલ્સ એક હાર અને એક ડ્રો સાથે ચોથા નંબર પર છે.


ગ્રુપ-સી



ગ્રુપ-સીમાં સૌથી મોટી ઉથલપાથલ જોવા મળી છે. ગ્રુપની સૌથી મજબૂત ટીમ આર્જેન્ટિના એક હાર સાથે ચોથા નંબર પર છે. આ સાથે જ સાઉદી અરેબિયા એક જીત સાથે નંબર વન પર યથાવત છે. સાઉદીએ આર્જેન્ટિનાને હરાવીને જ આ સ્થાન હાંસલ કર્યું છે. આ સિવાય પોલેન્ડ એક ડ્રો સાથે બીજા નંબરે અને મેક્સિકો પણ ડ્રો સાથે ત્રીજા નંબરે યથાવત છે.


ગ્રુપ- ડી


ફ્રાન્સ આ ગ્રુપમાં એક જીત સાથે નંબર વન પર છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા એક હાર સાથે ચોથા નંબર પર છે. આ સિવાય ટ્યુનિશિયા એક ડ્રો સાથે નંબર ટુ અને ડેનમાર્ક એક ડ્રો સાથે નંબર વન છે.


ગ્રુપ-ઇ


આ ગ્રુપમાં સ્પેન એક જીત સાથે નંબર વન પર છે. આ સાથે જ જાપાન પણ એક જીત્યા બાદ બીજા નંબર પર યથાવત છે. આ સિવાય જર્મની એક હાર સાથે ત્રીજા નંબર પર અને કોસ્ટા રિકા ચોથા નંબર પર છે.


ગ્રુપ-એફ


આ ગ્રુપમાં અત્યાર સુધી માત્ર બેલ્જિયમે જ જીત નોંધાવી છે. બેલ્જિયમ ગ્રુપમાં ટોપ પર છે. આ સાથે જ કેનેડા એક પરાજય સાથે તળિયે ચોથા નંબર પર છે. આ સિવાય ક્રોએશિયા અને મોરોક્કો 1-1થી ડ્રો સાથે અનુક્રમે નંબર અને ત્રીજા સ્થાને છે.


ગ્રુપ-જી


ગ્રુપ જીમાં, બ્રાઝિલ અને સ્વિટ્ઝર્લેન્ડ 1-1થી જીત સાથે પ્રથમ સ્થાને છે. આ સાથે જ કેમરૂન અને સર્બિયા 1-1થી હાર સાથે ત્રીજા અને ચોથા નંબર પર હાજર છે.


ગ્રુપ-એચ


આ ગ્રુપમાં પોર્ટુગલ, દક્ષિણ કોરિયા, ઉરુગ્વે અને ઘાના ચાર ટીમ છે. આમાં પોર્ટુગલ એક જીત સાથે ટોપ પર યથાવત છે. આ સાથે જ ઘાના એક હાર સાથે ગ્રુપમાં ચોથા નંબર પર છે. આ સિવાય સાઉથ કોરિયા બીજા નંબર પર અને ઉરુગ્વે ત્રીજા નંબર પર હાજર છે.