FIFA World Cup 2026 : બેલ્જિયમે ફીફા વર્લ્ડ કપ 2026ના આગામી રાઉન્ડમાં રોમાંચક મેચમાં સેનેગલને 3-2 થી હરાવીને પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. નિર્ધારિત 90 મિનિટ સુધી સ્કોર 2-2થી બરોબર રહ્યો હતો. સેનેગલ તરફથી ઈસ્માઈલા સારે 51મી મિનિટ અને હબીબ ડિયારાએ 24મી મિનિટે ગોલ કર્યો હતો. જ્યારે બેલ્જિયમ તરફથી રોમેલુ લુકાકુએ 86મી મિનિટે ગોલ કર્યો હતો અને યૂરી ટાઈલેમાન્સે 89મી મિનિટે ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી. જોકે. મેચ વધારાના સમયમાં ગઈ હતી જ્યાં યુરી ટાઈલેમાન્સે 120મી મિનિટે પેનલ્ટી પર ગોલ કરીને બેલ્જિયમને 3-2 થી યાદગાર વિજય અપાવ્યો. આ જીત સાથે બેલ્જિયમ ટુર્નામેન્ટના રાઉન્ડ ઓફ 16 માં પહોંચ્યું હતું. 

Continues below advertisement

સેનેગલે શરૂઆતમાં લીડ મેળવી

Continues below advertisement

ફીફા વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ 32 માં બેલ્જિયમ અને સેનેગલ વચ્ચેનો મેચ રોમાંચક રહ્યો. સેનેગલે મેચની શરૂઆતમાં શાનદાર રમત બતાવી હતી. હબીબ ડિયારાએ ગોલ કરીને 24મી મિનિટે 1-0 થી લીડ મેળવી. બીજા હાફની 51મી મિનિટે ઇસ્માઇલા સરએ 2-0ની સરસાઈ બનાવી દીધી. સતત બે ગોલ ગુમાવ્યા બાદ બેલ્જિયમ ટુર્નામેન્ટમાંથી બહાર થવાના ભયમાં હતું.

બેલ્જિયમે અંતિમ મિનિટોમાં જોરદાર વાપસી કરી

બે ગોલથી પાછળ રહેવા છતાં બેલ્જિયમે હાર ન માની અને મેચની અંતિમ મિનિટોમાં નોંધપાત્ર વાપસી કરી હતી. સ્ટાર સ્ટ્રાઇકર રોમેલુ લુકાકુએ 86મી મિનિટે ગોલ કરીને ટીમની આશા જીવંત રાખી. ત્યારબાદ 89મી મિનિટે યુરી ટાઈલેમાન્સે શાનદાર ફિનિશિંગ કરીને સ્કોર 2-2 પર સરભર કર્યો. બંને ટીમો 90 મિનિટ સુધી બરાબરી પર રહી, જેના કારણે મેચ વધારાના સમયમાં ગઈ.

ટાઇલમાન્સે 120મી મિનિટે વિજય મેળવ્યો.

બંને ટીમોએ વધારાના સમયમાં ઘણા આક્રમક પ્રયાસો કર્યા, પરંતુ કોઈ પણ ટીમ લીડ મેળવી શકી નહીં. જેમ જેમ મેચ પેનલ્ટી શૂટઆઉટ તરફ આગળ વધી રહી હતી, તેમ તેમ વધારાના સમયની 120મી મિનિટે બેલ્જિયમને પેનલ્ટી આપવામાં આવી. દબાણ હોવા છતાં યુરી ટાઈલમાન્સે શાનદાર શોટ માર્યો અને બોલને નેટમાં મોકલી દીધો, જેનાથી બેલ્જિયમ 3-2 થી રોમાંચક વિજય મેળવ્યો હતો. 

બેલ્જિયમે રાઉન્ડ ઓફ 16 માં સ્થાન મેળવ્યું

આ જીત સાથે બેલ્જિયમે ફીફા વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ 16માં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. સેનેગલ બે ગોલની લીડ હોવા છતાં હારી ગયું જેના કારણે રાઉન્ડ ઓફ 32માં તેનું વર્લ્ડ કપ અભિયાન સમાપ્ત થયું. બેલ્જિયમની જીતનો સૌથી મોટો હીરો યુરી ટાઇલમાન્સે હતો, જેણે બે ગોલ કર્યા અને ટીમને આગામી રાઉન્ડમાં આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી. રોમેલુ લુકાકુનો ગોલ પણ ટીમના પુનરાગમનમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.

આ પણ વાંચોઃ FIFA World Cup 2026: સ્વીડન વિરુદ્ધ 3-0થી જીત્યું ફ્રાન્સ, એમ્બાપ્પેના બે ગોલથી રાઉન્ડ-16માં પહોંચ્યું