ધોની અને ચહલને ઇનામી રકમમાં 35-35 હજાર રૂપિયા આપવા પર ભડક્યો આ પૂર્વ દિગ્ગ્જ ક્રિકેટર, કહ્યું- ઓસ્ટ્રેલિયન બોર્ડને શરમ આવવી જોઇએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાવસ્કરે કહ્યું કે ખેલાડીઓએ આ રકમ દાનમાં આપી દીધી, ટીમના પૂર્વ બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે માત્ર વિજેતા ટીમને ટ્રૉફી આપી હતી. ગાવસ્કરે કહ્યું કે, ‘500 ડૉલર (35 હજાર) શુ છે, આ શરમજનક છે કે વિજેતા ટીમને માત્ર ટ્રૉફી મળી છે. બોર્ડ પ્રસારણ અધિકારોથી એટલી બધી આવક મેળવે છે તે પ્રમાણે આ કંઇ જ નથી.
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે યજમાન ઓસ્ટ્રેલિયન બોર્ડ પર નારાજગી દર્શાવી છે. તેમને બોર્ડને શરમજનક કહ્યું છે, બોર્ડે ભારતીય ટીમની ઐતિહાસિક વનડે સીરીઝ જીતવા પર કોઇ નકદ પુરસ્કારની જાહેરાત નથી કરી.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ પર ગુસ્સે ભરાયેલા ગાવસ્કરે કહ્યું કે, ખેલાડીઓ તે આવકના ભાગીદાર છે જેને બોર્ડની કમાણી કરવામાં મદદ કરે છે. ભારતે ઓસ્ટ્રેલિયાને પહેલીવાર દ્વિપક્ષીય વનડે સીરીઝમાં 2-1થી હરાવ્યુ. 'મેન ઓફ ધ મેચ' યુજવેન્દ્ર ચહલ અને 'મેન ઓફ ધ સીરીઝ' મહેન્દ્ર સિંહ ધોનીને મેચ બાદ 500-500 ડૉલર (લગભગ 35-35 હજાર રૂપિયા) આપવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -