નવી દિલ્હીઃ ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે સતત બીજી ટેસ્ટ જીતીને સીરીઝ પર કબજો જમાવ્યો, આ સાથે ઘરઆંગણે સૌથી વધુ સળંગ ટેસ્ટ સીરીઝ જીતવાનો પણ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. બન્ને ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમની બેટિંગ લાઇનઅપ એકદમ મજબૂત દેખાઇ. ભારતની મજબૂત બેટિંગને જઇને ઇંગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન માઇકલ વૉને પીચો પર સવાલ ઉઠાવ્યા છે.

માઇકલ વૉને ભારતની પીચોને ટેસ્ટ મેચોમા માટે બૉરિંગ ગણાવીને, બકવાસ પ્રકારની કહી છે. ભારત તરફથી રોહિત શર્મા, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી, અજિંક્યે રહાણે અને રવિન્દ્ર જાડેજાએ તાબડતોડ બેટિંગ કરી હતી. જ્યારે સામે દક્ષિણ આફ્રિકાની ટીમ સસ્તાંમાં આઉટ થઇ ગઇ હતી.


પૂર્વ ઇંગ્લિશ કેપ્ટન માઇકલ વૉને ટ્વીટ કરીને ભડાશ કાઢી, તેમને લખ્યું કે ભારતની ટેસ્ટ મેચોની પીચો એકદમ બૉરિંગ હોય છે. પહેલા ત્રણ-ચાર દિવસોની રમત બેટ્સમેનોના પક્ષમાં રહે છે. બૉલરોમા માટે અહીં વધુ એક્શનની જરૂર છે. આ મારો આજનો વિચાર છે.