નવી દિલ્હીઃ વર્લ્ડ કપ શરૂ થવાના માત્ર 15 દિવસ પહેલા જ ન્યૂઝીલેન્ડની ટીમમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ટીમમાં હાલના બેટિંગ કોચ ક્રેગ મેકમિલનની જગ્યાએ હવે પીટર ફુલ્ટનને ટીમના બેટિંગ કોચ બનાવવામાં આવ્યા છે.


પૂર્વ બેટ્સમેન પીટર ફુલ્ટને 30 મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થવા જઈ રહેલ વર્લ્ડ કપ બાદ ન્યૂઝીલેન્ડના બેટિંગ કોચ બનશે.

ટીમના મુખ્ય કોચ ગેરી સ્ટીડે કહ્યું કે, અમને ખુશી છે કે વર્લ્ડ કપ બાદ પીટ ટીમ સાથે જોડાશે અને અમને વિશ્વાસ છે કે તે અમારી ટીમ માટે એક સારો વિકલ્પ હશે.



સ્ટીડે કહ્યું કે, અમે એક પ્રક્રિયા દ્વારા તેમની પસંદગી કરી. પ્રક્રિયા દરમિયાન તમામ ઉમેદવારોનું આકલન કરવામાં આવ્યું અને તેમાં વરિષ્ઠ ખેલાડીઓએ પણ અમારી મદદ કરી. પીટને બેટિંગની સારી એવી સમજ છે અને તેમણે અમને એ પણ જણાવ્યું કે કેવી રીતે બેટ્સમેનની તે મદદ કરશે.

વર્લ્ડ કપમાં અંતિમ લીગ મેચ ન્યીઝીલેન્ડ ત્રણ જુલાઈના રોજ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમશે અને ટૂર્નામેન્ટ 14 જુલાઈના રોજ પૂરી થશે, પરંતુ સત્તાવાર રીતે ફુલ્ટનનું કામ એક જુલાઈના રોજ શરૂ થશે.