ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ જીતાડનારા કોચ ગેરી કર્સ્ટન ભારતમાં કરી રહ્યા છે આ કામ, જાણો વિગત
જે અંતર્ગત તેઓ 18 મે સુધી પુણે, દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઇ અને જયપુરમાં ટ્રાયલ્સનું આયોજન કરશે. દરેક શહેરમાંથી છે ખેલાડીઓની પસંદ કરવામાં આવશે. પસંદ થયેલા ખેલાડીઓને પુણેમાં શિબિર માટે બોલાવાશે. જેમાંથી ટોચના3 ખેલાડીઓને બે મહિનાની સ્કોલરશિપ આપવામાં આવશે.
ભારતના કોચ પદેથી વિદાય થયા બાદ ગેરી કર્સ્ટને કહ્યું હતું કે, મને ધોની સાથે કામ કરવાનો સૌથી વધારે આનંદ આવ્યો. તે ગમે તેવી વિકટ સ્થિતિ હોય તો પણ રસ્તો શોધી કાઢે છે.
ગેરી કર્સ્ટન પસંદ થયેલા ખેલાડીઓને દક્ષિણ આફ્રિકા સ્થિત તેની એકેડમીમાં લઇ જશે અને ત્યાં જ ટ્રેનિંગ આપશે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને 28 વર્ષ બાદ ક્રિકેટ વર્લ્ડ કપમાં ફરીવાર ચેમ્પિયન બનાવનારા કોચ ગેરી કસ્ટર્ન હાલ ભારતમાં એક ખાસ કામને અંજામ આપી રહ્યા છે. આ માટે તેઓ નિષ્ણાતોની પણ સલાહ લઈ રહ્યા છે. ગેરી ભારતમાં યુવા પ્રતિભાશાળી ખેલાડીઓની શોધ કરી રહ્યા છે.