ગંભીરે કોહલી પર સવાલો ઉઠાવતા અને કટાક્ષ કરતાં કહ્યું કે, કોહલી, રોહિત અને ધોની જેવા દિગ્ગજોના કારણે એક સક્સેસ કેપ્ટન બની શક્યો છે, જોકે હજુ આઇપીએલમાં તેને પોતાને સાબિત કરવાનુ બાકી છે, આઇપીએલમાં હજુ ફેલ છે.
ગંભીરે કહ્યું કે, કોહલીએ હજુ એક લાંબો સફર કરવાનો છે, તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારી કેપ્ટનશીપ કરી, કેમકે સાથે રોહિત શર્મા અને ધોની જેવા સ્ટાર હતા. તમારી કેપ્ટનશીનો અસલી ટેસ્ટ ત્યારે થાય છે જ્યારે પોતાની ફ્રેન્ચાઇજીની ટીમનુ નેતૃત્વ કરવાનુ હોય છે, અહીં તમારા સપોર્ટ માટે અન્ય ખેલાડીઓ નથી હોતા. હજુ આઇપીએલમાં કોહલી ફેલ છે.