દિલ્હી કેપિટલ્સમાં JSW સ્પોર્ટ્સ અને GMR ગ્રુપ પાસે 50-50 ટકા ભાગીદારી છે. જેમાં ભાગીદારી ખરીદવા ગંભીર છેલ્લા 2 મહિનાથી વાતચીત ચલાવી રહ્યો છે. તે દિલ્હી કેપિટલ્સમાં 10 ટકા ભાગીદારી ખરીદી શકે છે, જેની રકમ 100 કરોડ રૂપિયા થવા જાય છે. ગંભીર હાલ આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલમાંથી ક્લિયરેન્સ મળવાની રાહ જોઈ રહ્યો છે. જોકે ગંભીરે હજુ સુધી આ મુદ્દાને લઈને કશું કહ્યું નથી.
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર અને 2011ના વર્લ્ડકપના હિરો ગૌતમ ગંભીરે આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ સાથે શરુઆત કરી હતી. જોકે ત્રણ વર્ષ બાદ તે કોલકાતા નાઇટ રાઇડર્સમાં સામેલ થયો હતો. ગંભીરની કપ્તાની હેઠળ જ કોલકાતા બે વાર ચેમ્પિયન બનાવ્યું હતું. 2017માં તે દિલ્હીની ટીમમાં ફરેથી જોડાયો હતો. જોકે ટીમના ખરાબ પ્રદર્શનના કારણે સિઝનની વચ્ચે ગંભીર પાસે કેપ્ટનશિપ લઈને શ્રેયસ ઐયરને આપવામાં આવી હતી.
જોકે, ગૌતમ ગંભીરે અત્યાર સુધીમાં આ ડીલ અંગે કશું જ કહ્યું નથી અને તેમના પ્રવક્તા પણ તેમનો ખુલાસો કરવા ઈચ્છતા નથી. જોકે, દિલ્હી કેપિટલ્સની ટીમે એ સ્પષ્ટ કર્યું છે કે આ સંદર્ભમાં વાતચીત ચાલુ છે અને દરેક ઔપચારિકતા પૂરી થયા પછી તેની જાણકારી સાર્વજનિક કરવામાં આવશે. સૂત્રએ જણાવ્યું કે આ મુદ્દે કેટલાક મહિનાઓથી વાતચીત ચાલી રહી હતી અને થોડા દિવસોમાં જ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.