ધોની પર બોલ્યા ગૌતમ ગંભીર- ઇમોશનલ નહી પરંતુ પ્રેક્ટિકલ થઇને નિર્ણય લો
abpasmita.in
Updated at:
19 Jul 2019 07:41 PM (IST)
પસંદગી સમિતિની રવિવારે મળનારી બેઠકમાં વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમ પસંદ કરશે. જેમાં તમામનું ધ્યાન ધોની પર રહેશે
NEXT
PREV
નવી દિલ્હીઃભારતના પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરે કહ્યું કે, મહેન્દ્રસિંહ ધોનીએ જે રીતે યુવા ખેલાડીઓની માંગ કરીને કેપ્ટન તરીકે ભવિષ્યમાં રોકાણ કર્યુ હતું એ જ રીતે તેમના અંગે વ્યવહારિક નિર્ણય લેવાની જરૂર છે કારણ કે યુવા ખેલાડી રાહ જોઇ રહ્યા છે. એની અટકળો લગાવવામાં આવી રહી છે કે ધોની વર્લ્ડકપમાં ભારત માટે અંતિમ વન-ડે રમી ચૂક્યો છે. ભારતને સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર મળી હતી. પસંદગી સમિતિની રવિવારે મળનારી બેઠકમાં વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમ પસંદ કરશે. જેમાં તમામનું ધ્યાન ધોની પર રહેશે અને ગંભીરનું માનવું છે કે લાગણીથી ઉપર થઇને પ્રેક્ટિકલ થઇને નિર્ણય લેવો પડશે.
ગંભીરે એક પ્રાઇવેટ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, ભવિષ્ય અંગે વિચારવું જરૂરી છે. ધોની જ્યારે કેપ્ટન હતો ત્યારે તેણે ભવિષ્યમાં રોકાણ કર્યું. મને યાદ છે કે ધોનીએ ઓસ્ટ્રેલિયામાં કહ્યુ હતું કે, હું સચિન અને સેહવાગ ત્રણેય સીબી સીરિઝમાં નથી રમી શકતા કારણ કે મેદાન મોટા છે. તેમણે વર્લ્ડકપ માટે યુવા ખેલાડીઓ માંગ્યા હતા. વ્યવહારિક નિર્ણયો લેવા જરૂરી છે. યુવાઓને તક આપવાની જરૂર છે. પછી તે પંત, સંજૂ સેમસન, ઇશાન કિશન અથવા અન્ય કોઇ હોય. જેમાં ક્ષમતા દેખાય તેને વિકેટકીપર બનાવવો જોઇએ.
ગંભીરે કહ્યું કે, યુવાઓએ જ્યાં સુધી યોગ્ય તકો નથી મળતી તે ભારત માટે સારુ પ્રદર્શન નહી કરી શકે. તેમને દોઢ વર્ષ તક આપો અને જો તેમનું પ્રદર્શન સારુ નહી રહે તો કોઇ અન્યને તક આપવી જોઇએ. જેનાથી ખ્યાલ આવી જશે કે આગામી વર્લ્ડકપમાં વિકેટકીપર કોણ હશે. ધોની સર્વશ્રેષ્ઠ કેપ્ટન છે એનો અર્થ એ નથી કે અન્ય કેપ્ટન સારા નથી. સૌરવ ગાંગુલી સારા કેપ્ટન હતા. અમે વિદેશમાં તેમની કેપ્ટનશીપમાં જીત્યા હતા. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં આપણે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -