વર્લ્ડ કપ વિજેતા ટીમના ભારતીય ક્રિકેટરે રાજકારણ પર કર્યું ટ્વિટ, જાણો BJP-કોંગ્રેસ-AAPને ટેગ કરી શું લખ્યું
રક્ષાબંધનના અવસર પર તેણે ટ્રાન્સજેન્ડર પાસે રાખડી પણ બંધાવી હતી.નજરે પડ્યો હતો.
ગંભીરે ધર્મના નામે રાજકારણ કરતાં લોકો સામે પણ અવાજ ઉઠાવ્યો છે. ટ્વિટની સાથે તેણે બીજેપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પણ ટેગ કરી છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને 2007નો T20 વર્લ્ડ કપ અને 2011નો વિશ્વકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારો ક્રિકેટર ગૌતમ ગંભીર દેશ અને રાજકારણના ગંભીર મુદ્દા પર તેનો પ્રતિભાવ આપવા માટે જાણીતો છે. શહીદોનું અપમાન હોય કે દેશની કોઈ દીકરી પર દુષ્કર્મનો મામલો હોય ગંભીર ટ્વિટ દ્વારા તેની પ્રતિક્રિયા આપે જ છે.
થોડો દિવસો પહેલા કિન્નર સમાજ પ્રત્યે પોતાનું સમર્થન આપવા તે માથા પર ચાંદલો કરી અને દુપટ્ટો ઓઢીને નજરે પડ્યો હતો.
આ કડીમાં તેણે મંદિર-મસ્જિદની રાજનીતિ પર નિશાન સાધતું એક ટ્વિટ કર્યું છે. ગંભીરે ટ્વિટ કરીને દેશની સમસ્યાઓ તરફ અગ્રણી રાજકીય પક્ષોનું ધ્યાન ખેંચ્યું છે. ગંભીરે ટ્વિટમાં બેરોજગારી, ખેડૂતોની આત્મહત્યા, સાંપ્રદાયિકતા, ભૂખમરો જેવા મુદ્દા ઉઠાવ્યા છે.