નવા વર્ષે ડેવિડ વોર્નર માટે આવ્યા ખુશખબર, જાણો વિગત
કેન્ડિસ વોર્નરે મે,2018માં ખુલાસો કર્યો હતો કે તેના પતિ પર એક વર્ષનો પ્રતિબંધ લાગ્યા બાદ સિડનીમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સના એક સપ્તાહ બાદ ગર્ભપાત થઈ ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેલબોર્નઃ માર્ચ, 2018માં બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયા બાદ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર માટે સારા સમાચાર આવ્યા છે. વોર્નરની પત્નીએ ખુલાસો કર્યો છે કે તે ગર્ભવતી છે. આ પહેલા બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયા બાદ વોર્નરની પત્નીનો ગર્ભપાત થઈ ગયો હતો.
કેન્ડિસ વોર્નરે સોમવારે સાંજે ટ્વિટ પર જાહેરાત કરતાં જણાવ્યું કે, જે લોકોએ સમગ્ર વર્ષ દરમિયાન અમારા પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો તેના આભારી છીએ. અમે ખુશી સાથે આ સમાચાર તમારી સાથે શેર કરવા માંગીએ છીએ કે 2019માં ચાર સભ્યોના અમારા પરિવારમાં પાંચમો સભ્ય આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -