ગ્વાલિયરઃ ક્રિકેટના મેદાન (Cricket) પર હંમેશા ખેલાડીઓ (Cricketer) વચ્ચે કોઇને કોઇ વાત પર બોલાબોલી થતી રહે છે. પરંતુ હવે ક્રિકેટના મેદાન પરથી એક એવી ઘટના સામે આવી છે જે ખરેખર શરમજનક છે. એક દર્દનાક ઘટના સામે આવી છે, આ ઘટના મુજબ ક્રિકેટના મેદાન પર એક ખેલાડીએ બીજા ખેલાડી સાથે મારામારી કરી અને બેટ મારીને (hits bat) બેભાન કરી દીધો હતો. આ ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરની (Gwalior match) છે, જ્યાં એક ક્રિકેટ મેચ દરમિયાન એક બેટ્સમેન પોતાની ફિફ્ટી પુરી કરવાથી ચૂક્યો તો તેને ફિલ્ડર સાથે મારામારી કરી અને માથામાં બેટ માર્યુ હતુ, આ ખતરનાક લડાઇના કારણે ફિલ્ડર બેભાન થઇને કોમામાં (batsman critically injured) જતો રહ્યો હતો.


49 રન પર આઉટ થયો બેટ્સમેન.... 
ગ્વાલિયરની (Gwalior match) એક લૉકલ મેચ દરમિયાન સંજય પાલિયા નામના એક ખેલાડીએ બીજી ટીમના ખેલાડીની ધૂલાઇ કરી, કેમકે તેને કેપ પકડી લીધો હતો. તેને ગુસ્સો એ વાત પર આવ્યો કે તે 49 રન પર આઉટ થઇ ગયો, અને તે 1 રનથી ફિફ્ટી ચૂક્યો હતો. એટલે કે તે પોતાની ફિફ્ટી પુરી ના કરી શક્યો અને ફિલ્ડરે કેચ (catch) પકડી લીધો હતો. આ અંગે પોલીસ કેસ નોંધાયો અને પોલીસે આ વાતની જાણકારી આપી હતી. 


ખેલાડી પર નોંધાયો કેસ....
ફિફ્ટી પુરી ના થવા પર હત્યાના કોશિશ કરનારા બેટ્સમેન વિરુદ્ધ સ્થાનિક પોલીસે કેસ નોંધી લીધો હતો. શહેરના પોલીસ વડાએ કહ્યું કે, 23 વર્ષના ફિલ્ડર સચિન પરાશરને ગંભીર હાલતમાં સરકારી હૉસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો, અને ફિલ્ડર કોમામાં જતો રહ્યો છે, બેટ્સમેન સંજય પાલિયાને હત્યાનો પ્રયાસ માટે આરોપી બનાવવામાં આવ્યો છે. આ દુઃખદ ઘટના શનિવારે મેલા મેદાનમાં રમાયેલી એક મેચમાં ઘટી હતી. 
 
હુમલાખોર ફરાર..... 
જ્યારે પરાશરે 49 રન પર તેને કેચ પકડી લીધો તો પાલિયા ગુસ્સે ભરાઇ ગયો, તે 50 રન કરવાથી એક રને ચૂક્યો હતો. પાલિયા દોડીને પરાશર તરફ ગયો અને તેને પોતાનુ બેટ માથામાં ફટકાર્યુ હતુ. અન્ય ખેલાડીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો.  પરાશરને હૉસ્પીટલ લઇ જવાયો ત્યાં સુધી તે બેભાન રહ્યો હતો. જોકે, આ ઘટના બાદ બેટ્સમેને પાલિયા ફરાર થઇ ગયો હતો.