નવી દિલ્હીઃ ભારતના દિગ્ગજ સ્પિન બૉલર હરભજન સિંહે શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. હરભજન સિંહે વર્ષ 1998માં ડેબ્યૂ કર્યુ હતુ, અને હવે 23 વર્ષની ક્રિકેટ કેરિયરને હંમેશા માટે અલવિદા કહેવાનો ફેંસલો કર્યો છે. માત્ર 17 વર્ષની નાની ઉંમરમાં હરભજન સિંહે પોતાની ક્રિકેટની શરૂઆત કરી હતી, અને આજે તે 41 વર્ષનો થઇ ચૂક્યો છે. 







હરભજન સિંહે ટ્વીટ કરીને પોતાના સન્યાસની જાહેરાત કરી, ભજ્જીએ લખ્યું- તમામ સારી વસ્તુઓ ખતમ થઇ જાય છે અને આજે હુ તે રમતમાંથી વિદાય લઉં છું, જેને મને જીવનમાં બધુ જ આપ્યુ છે, હું તે તમામને ધન્યવાદ આપવા માંગુ છુ, જેમને આ 23 વર્ષની લાંબી યાત્રાને સુંદર અને યાદગાર બનાવી, તમને દિલથી ધન્યાવાદ, આભારી........


હરભજન સિંહે વર્ષ 1998માં ચેન્નાઇમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચની સાથે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે જ વર્ષે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે ડેબ્યૂ કર્યુ. વર્ષ 2006માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ તેને પોતાનુ ટી20 ડેબ્યૂ કર્યુ 


હરભજન સિંહની ક્રિકેટર રહી શાનદાર- 
ભજ્જીએ 2015 સુધી કુલ 103 ટેસ્ટ મેચો રમી છે, જેમાં 417 વિકેટો ઝડપી છે. આમાં બે સદી સાથે 2235 રન પણ બનાવ્યા છે. વળી, 236 વન ડે મેચોમાં ભજ્જીએ 269 વિકેટ ઝડપી છે. ટી-20માં ભજ્જીના નામે 28 મેચમાં 25 વિકેટો છે. ખાસ વાત છે કે, હરભજન સિંહ અનિલ કુંબલે અને અશ્વિન બાદ ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. આઈપીએલમાં પણ ભજ્જીએ 150 વિકેટો ઝડપી છે.


આ પણ વાંચો......... 


J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર


આ મહત્વપૂર્ણ કામ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરો, નહીં તો પછી મુશ્કેલી થશે


UPSC NDA 2022: UPSC NDA પરીક્ષા માટે અરજી પ્રક્રિયા શરૂ, 11 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે


Kanya Sumangla Yojana: જો તમારા ઘરમાં પણ છોકરીઓ છે તો ખાતામાં આવશે આખા 15000 રૂપિયા, જાણો કેવી રીતે?


Ministry of Defence Recruitment 2021: ભારતીય કોસ્ટ ગાર્ડમાં 322 જગ્યાઓ માટે ભરતી બહાર પડી, પગાર અને લાયકાત વિશે જાણો વિગતે


Omicron પર PM Modi ની સમીક્ષા બેઠક, ઓક્સીજન સપ્લાઈથી લઈને રસીકરણ સુધી આપ્યા આ નિર્દેશ


કોરોના વાયરસના કેસમાં વધારો થતા આ રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ, જાણો