Hockey World Cup 2023 Final: ભારતમાં રમાઇ રહેલા હૉકી વર્લ્ડકપ 2023માં હવે વધુ રોમાંચ વધી ગયો છે, આજે અંતિમ દિવસ છે, આજે બેલ્જિયમ અને જર્મની ચેમ્પીયન બનવા માટે ભુવનેશ્વરના મેદાનમાં ઉતરશે. ખાસ વાત એ છે કે એકબાજુ બે વારની વર્લ્ડ ચેમ્પીયન ટીમ જર્મની છે, તો બીજીબાજુ ડિફેન્ડિંગ ચેમ્પીયન બેલ્જિયમ (GER vs BEL) ની ટીમ છે. બન્ને ટીમો મજબૂત છે, અને આજે ફરી એકવાર ગૃપ સ્ટેજની જેમ જ હાઇ વૉલ્ટેજ મેચ બન્ને વચ્ચે જોવા મળી શકે છે. જાણો અહીં બેલ્જિયમ અને જર્મનીમાંથી કોણ કોના પર છે ભારે.... હેડ ટૂ હેડ રેકર્ડ્સ.....  


બેલ્જિયમ અને જર્મની.... અહીં જુઓ હેડ ટૂ હેડ રેકોર્ડ્સ.... 
1928ના ઓલિમ્પિક બાદથી 35 મેચોમાં જર્મનીએ  બેલ્જિયમ સામેની 13 માંથી 15 મેચો જીતી છે. સાત મેચો ડ્રૉ રહી છે. પરંતુ છેલ્લી પાંચ મોચના પરિણામને જોઇએ તો બન્ને પક્ષોને કમ આંકડા મુશ્કેલ બનશે. છેલ્લી પાંચ મેચોમાં, બેલ્જિયમને 3માં જીત અને 1 માં હારનો સામનો કરવો પડ્યો છે, જેમાં 1 મેચ ડ્રૉ રહી છે, પરંતુ જીતનુ અંતર બહુ ઓછુ રહ્યું છે. 


જર્મની અને બેલ્જિયમ-  બન્નેની ફૂલ સ્ક્વૉડ -


બેલ્જિયમની ટીમ - 
ગૉલકીપરઃ લૂઇસ વેન ડૉરેન, વિન્સેન્ટ વનશ
ડિફેન્ડરઃ આર્થર વાન ડૉરેન, ગૌથિયર બોકાર્ડ, એલેક્ઝેન્ડર, હેન્ડ્રિક્સ, આર્થર ડી સ્લૉવર, લૉઇક લુયપર્ટ
મીડ ફિલ્ડરઃ જૉન-જૉન ડૉહમેન, ફેલિક્સ ડેનેયર, સાયમન ગૌગનાર્ડ, એન્થૉની કિના, વિક્ટર વેગનેજ
સ્ટ્રાઇકરઃ ફ્લૉરેન્ટ વેન ઓબેલ, સેબેસ્ટિયન ડૉકીયર, સેડ્રિક ચાર્લીયર, નિકો ડીકેરપેલ, ટૉમબીન, ટેન્ગી કૉસિન્સ.


જર્મની ટીમ - 
સ્ટેડલર, એલેક્ઝેન્ડર, જીન ડેનબર્ગ.
ડિફેન્ડરઃ મથિયાસ મુલર, લુકાસ વિન્ડફેડર, ટૉમ ગ્રામબશ, ટિયો હેનરિક, ગોન્જાલો પિલાટ, મોરિટ્સ લુડવિગ
મીડફિલ્ડરઃ મેટ ગ્રામબશ, માર્ટિન જ્વિકર, હેન્સ મુલર, તૈમૂર ઓરુજ, મોરિટ્ઝ, ટ્રામ્પર્ટ્ઝ, 
ફૉરવર્ડઃ નિકલાસ વેલેન, ક્રિસ્ટૉફર રુહર, જસ્ટસ વીગેન્ડ, માર્કો મિલ્ટકાઉ, થીસ પ્રિન્જ.