ICCએ વન-ડે રેન્કિંગમાં કર્યા મોટા ફેરફાર, ચાર નવી ટીમને આપ્યું સ્થાન
આઈસીસી વર્લ્ડ કપના આગામી યજમાન હજુ પણ ઇંગ્લેન્ડની વનડે રેન્કિંગમાં ટોચ પર છે. ત્યારબાદ ભારતનો નંબર આવે છે જેનાથી તે ત્રણ પોઇન્ટ ઓછા છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા પાકિસ્તાન છઠ્ઠા સ્થાને છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી યાદી અનુસાર સ્કોટલેન્ડને 28 પોઈન્ટ સાથે 13મો ક્રમ આપવામાં આવ્યો છે. સ્કોટલેન્ડ 12 મા ક્રમાંકિત આયર્લેન્ડની 10 અંક પાછળ છે. યુએઇ પાસે 18 પોઇન્ટ છે અને તેનો 14મો ક્રમ છે. નેધરલેન્ડ્સમાં 13 રેટિંગ પોઈન્ટ છે. નેધરલેન્ડ્સ અને નેપાળને ચાર મેચ રમવાની જરૂર છે.
નેધરલેન્ડ્સે ગયા વર્ષે આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ચેમ્પિયનશિપ જીતી હતી અને તેને 13 ટીમની વનડે લીગમાં સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. સ્કોટલેન્ડ, નેપાળ અને યુએઇએ આઇસીસી વર્લ્ડ કપ ક્વોલિફાયર 2018માં એસોસિએટ દેશોમાં ટોચના ત્રીજા સ્થાન પર રહીને વનડેનો દરજ્જો મેળવ્યો છે.
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે વનડે રેન્કિંગમાં મોટા ફેરફાર કર્યા છે. આઈસીસીએ વનડે રેન્કિંગમાં ચાર નવી ટીમને સામેલ કરી છે. શુક્રવારે જારી એક નિવેદનમાં ચાર ટીમ નેપાળ, સ્કોટલેન્ડ, સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ) અને નેધરલેન્ડ્સની ટીમને સામેલ કરી છે. ક્રિકેટની ટોચની સંસ્થાએ કહ્યું કે, હવે આ નવી ટીમ જે દ્વિપક્ષીય વનડે મેચ રમશે તેને રેટિંગ ગણતરીમાં સામેલ કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -