World Cup 2023 Prize Money: ICC એ વર્લ્ડ કપની ઈનામી રકમ જાહેર કરી છે. વાસ્તવમાં, જે ટીમ વર્લ્ડ કપ જીતશે તેને 4 મિલિયન યુએસ ડોલરની ઈનામી રકમ આપવામાં આવશે.


ICC ODI વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે.   આઈસીસીએ વર્લ્ડ કપની ઈનામી રકમની જાહેરાત કરી છે. જે ટીમ વર્લ્ડ કપ જીતશે તેને 4 મિલિયન યુએસ ડોલરની ઈનામી રકમ મળશે. જ્યારે ફાઈનલ મેચમાં હારનાર ટીમ એટલે કે રનર અપ ટીમને 2 મિલિયન યુએસ ડોલર મળશે.


હારેલી ટીમો પર પણ પૈસાનો થશે વરસાદ


જો ભારતીય રૂપિયામાં આ ઈનામી રકમની વાત કરીએ તો વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને અંદાજે 33 કરોડ 17 લાખ રૂપિયા મળશે. જ્યારે ફાઈનલમાં હારનાર ટીમને ઈનામી રકમ તરીકે અંદાજે 16 કરોડ 58 લાખ રૂપિયા મળશે. વર્લ્ડ કપની ગ્રુપ મેચ જીતવા પર તમને 40 હજાર ડોલર મળશે. જ્યારે ગ્રુપ સ્ટેજ બાદ બહાર થનારી ટીમને 1 લાખ ડોલર મળશે.              


સેમીફાઈનલમાં પહોંચનારી ટીમને કેટલા પૈસા મળશે?


વર્લ્ડ કપ 2023ની અંતિમ-4 એટલે કે સેમિફાઇનલમાં પહોંચનારી ટીમને 8 લાખ ડોલર મળશે. આ રીતે લગભગ તમામ ટીમો પર પૈસાનો વરસાદ થશે. નોંધનીય છે કે વર્લ્ડ કપ 2023માં ભારત સહિત કુલ 10 ટીમો રમી રહી છે. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ 5મી ઓક્ટોબરે રમાશે. આ પહેલા 4 ઓક્ટોબરે ઓપનિંગ સેરેમની યોજાવાની છે. ભારતીય ટીમ તેના વિશ્વ કપ અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં મેચ રમાશે. આ પછી ભારતીય ટીમ 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામે રમશે.


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે રમાશે મેચ


ભારત અને પાકિસ્તાનની ટીમો 14 ઓક્ટોબરે સામસામે ટકરાશે. આ ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.


વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ જાહેર


પાકિસ્તાને વર્લ્ડ કપ 2023 માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ફાસ્ટ બોલર નસીમ શાહને ટીમમાં સ્થાન મળ્યું નથી. નસીમ એશિયા કપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને હજુ સુધી ફિટ નથી. આ કારણોસર તેને ટીમની બહાર રાખવામાં આવ્યો હતો. નસીમ ટીમના શ્રેષ્ઠ બોલરોમાંથી એક છે. તેની ગેરહાજરીમાં હસન અલીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હસન લાંબા સમય બાદ વનડે ટીમમાં પરત ફર્યો છે.


પાકિસ્તાનના મુખ્ય પસંદગીકાર ઈંઝમામ ઉલ હકે કહ્યું, “નસીમ ઈજાગ્રસ્ત છે અને તે અમારો મહત્વનો બોલર છે. તે ટીમમાં નથી તે દુર્ભાગ્યપૂર્ણ છે. હસન અલીના LPL પ્રદર્શન પર નજર કરીએ તો તેણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તે એક અનુભવી બોલર છે અને તેણે ઘણા મોટા પ્રસંગોમાં સારું પ્રદર્શન કર્યું છે. અમને એવા બોલરની પણ જરૂર છે જે નવા બોલથી બોલિંગ કરી શકે. તેની હાજરી ટીમમાં ઉત્સાહ જાળવી રાખશે.


એશિયા કપ 2023માં ભારત સામેની મેચ દરમિયાન નસીમ ઈજાગ્રસ્ત થયો હતો અને હજુ સુધી તે સાજો થઈ શક્યો નથી. આ કારણોસર તેને પાકિસ્તાનની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. નસીમે 14 ODI મેચમાં 32 વિકેટ લીધી છે. તેણે 17 ટેસ્ટ મેચમાં 51 વિકેટ લીધી છે. પીસીબીએ નસીમની ગેરહાજરીમાં હસન અલીનો ટીમમાં સમાવેશ કર્યો છે. હસન લાંબા સમય બાદ વનડે ટીમમાં પરત ફર્યો છે. તેણે તેની છેલ્લી વનડે જૂન 2022માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. હસને 60 ODI મેચમાં 91 વિકેટ લીધી છે.