નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આગામી 18 જૂનથી રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ ટેસ્ટ માટે આઇસીસીએ એક મોટા નિયમમાં ફેરફાર કર્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ સ્પષ્ટ કર્યુ છે કે જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (ડબલ્યૂટીસી) ફાઇનલની પહેલા દિવસની રમત વરસાદના કારણે ખરાબ થઇ જાય છે, તો ફોલોઓન નિયમ બદલાય, જે સામાન્ય રીતે બીજી ટેસ્ટ મેચોમાં હોય છે. આ સ્પષ્ટીકરણ ઇંગ્લેન્ડના સાઉથેમ્પ્ટનમાં 18-23 જૂન સુધી ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ ટેસ્ટમાં રિઝર્વ ડેને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યુ છે.
સામાન્ય કેસોમાં ફોલોઓન આઇસીસી નિયમને ક્લૉઝ 14.1.1 અંતર્ગત આપવામાં આવ્યો છે. આમાં પહેલા બેટિંગ કરનારી ટીમ 200 રનોની લીડ મળ્યા બાદ ટીમને ફરીથી બેટિંગ કરવા માટે બોલાવી શકાય છે. મેચના દિવસોની સંખ્યા ઓછી હોવા પર રનોની સંખ્યા પણ ઓછી થઇ જાય છે. 3 કે 4 દિવસોની મેચમાં 150 રન, 2 દિવસની મેચમાં 100 રન અને 1 દિવસની મેચમાં 75 રનની લીડ ફોલોઓન માટે માન્ય હોય છે.
રમત શરૂ થવા પર કાઉન્ટ થશે આખો દિવસ
જો મેચનો પહેલા અને બીજા દિવસે રમત નથી રમાતી, તો ક્લૉઝ 14.1 રમતની શરૂઆતમાં બાકી રહેલા દિવસો (નિર્ધારિત રિઝર્વ ડે સહિત) અનુસાર લાગુ થશે. જે દિવસે પહેલીવાર રમત શરૂ થાય છે, તેને આખા દિવસ તરીકે ગણવામાં આવે છે, પછી ભલે રમત શરુ થવાનો સમય ગમે તે હોય. પહેલી ઓવર શરૂ થયા બાદ જ પ્લે ડે કાઉન્ટ થઇ જશે.
બે દિવસની રમત ખરાબ થવા પર 150 રન થઇ જાય છે લીડ
જોકે, તાજેતરમાં જ આઇસીસીએ કહ્યું કે જો પહેલા અને બીજા દિવસની રમત નથી રમાતી, તો પહેલી ઇનિંગમાં 200 રનોની લડ ફક્ત 150 રન પર જ આપવામાં આવશે. સામાન્ય રીતે આવુ ત્યારે થાય છે, જ્યારે પહેલા દિવસની રમત નથી રમાતી. પરંતુ રિઝર્વ ડે થવા પર પહેલા દિવસે રમત ખરાબ થવા પર પણ 200 રનોની જ લીડ માન્ય રહેશે.