વોશ કર્યો હતો. 31 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા પ્રથમ વખતે ત્રણ કે તેથી વધુ મેચની દ્વીપક્ષીય સીરિઝમાં ક્લીન સ્વીપ થયો છે. આ પહેલા 1989માં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો 0-5થી વ્હાઇટ વોશ થયો હતો. ભારતના વ્હાઇટ વોશમાં ફાસ્ટ બોલર્સનું નબળું પ્રદર્શન અને નબળી ફિલ્ડિંગ જવાબદાર હતા.


ન્યૂઝીલેન્ડ સામે એક પણ વિકેટ ન લઈ શક્યો બુમરાહ

ઈજા બાદ ભારતીય ટીમમાં પરત ફરેલો જસપ્રીત બુમરાહ ત્રણ વન ડેમાં 30 ઓવર ફેંકી હોવા છતાં એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. તેના આ ખરાબ પ્રદર્શનના કારણે તેની પાસેથી વન ડેમાં નંબર વનના બોલરનો તાજ છીનવાઈ ગયો છે.  ન્યૂઝીલેન્ડ સામેની એકદિવસીય વન ડે સીરિઝ શરૂ થઈ તે પહેલા જસપ્રીત બુમરાહ નંબર 1 બોલર હતો.

કોણે છીનવ્યું બુમરાહનું સ્થાન

બુમરાહનું સ્થાન ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટ 727 પોઇન્ટ સાથે નંબર વનના સ્થાન પર આવી ગયો છે. જ્યારે 719 પોઇન્ટ સાથે જસપ્રૂત બુમરાહ બીજા નંબર પર આવી ગયો છે. અફઘાનિસ્તાનનો મુજીબ ઉર રહમાન 701 પોઇન્ટ સાથે ત્રીજા નંબર પર છે.