નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડકપ 2019ના ફાઈનલ મેચમાં ઇંગ્લેન્ડને બાઉન્ડ્રી કાઉન્ટ નિયમ અનુસાર ન્યૂઝીલેડન્ને હરાવ્યો હતું. આ મેચને લઈને અનેક વિવાદ ચાલી રહ્યા છે. ઇંગ્લેન્ડની અંતિમ ઓવરમાં બેન સ્ટોક્સ બે રમ લેવા માટે દોડ્યો અને બોલ ઓવર થ્રોમાં ચોગ્ગો ગયો હતો. એવામાં અમ્પાયરે ઇંગ્લેન્ડને કુલ છ રન આપવાનો નિર્ણય કર્યો હતો. અંતે મેચ ટાઈ થઈ હતી.


આઈસીસીના આ નિયમો પર ક્રિકેટરોથી લઈને ફેન્સ પણ ગુસ્સો કાઢી રહ્યા છે. વિજેતાનો નિર્ણય બાઉન્ડ્રીને આધારે લેવામાં આવ્યા બાદ બીજા દેશના ચાહકો પણ નારાજ છે. બાઉન્ડ્રી ઉપરાંત મેચ દરમિયાન ઓવર થ્રો પર ઇંગ્લેન્ડને મળેલા વધારે રનને લીધે પણ લોકો આઈસીસીને આડેહાથ લઈ રહ્યા છે. હવે આ અંગે આઈસીસીએ પોતાનું મૌન તોડ્યું છે.



આ અંગે આઈસીસી તરફથી નિવેદન આવ્યું છે કે, તેમના માટે કોઈ નિર્ણય પર ટિપ્પણી કરવું નીતિની વિરુદ્ધ છે. આઈસીસીના પ્રવક્તાએ કહ્યું કે, રૂલ બુકના નિયમો પ્રમાણે જ ઓન ફિલ્ડ અમ્પાયરો નિર્ણય લેતા હોય છે.

forxsports.com.au સાથે વાતચીત કરતા આઈસીસીના પ્રવક્તાએ કહ્યું કે, નિયમ પ્રમાણે જ ફિલ્ડ અમ્પાયરો નિર્ણય લેતા હોય છે. પોલીસી પ્રમાણે અમે આ અંગે કોઈ ટિપ્પણી ન કરી શકીએ.